Homeરસોઈડિનરમાં બનાવો ગરમાગરમ દાળ...

ડિનરમાં બનાવો ગરમાગરમ દાળ ઢોકળી, પડશે જલસો

  • ગરમાગરમ ડિશ આપશે મજા
  • દાળ ઢોકળીનો સ્વાદ લાગે છે મસ્ત
  • એકલ દોકલ વાનગીમાં છે બેસ્ટ

જો તમે એકની એક દાળ અને ભાત ખાઈને કંટાળ્યા છો તો તમે ડિનરમાં કંઈક નવુ અને ગરમાગરમ પ્લાન કરી શકો છો. આ માટે જો તમે કંઈ એકલ દોકલ વાનગી પસંદ કરવાનું વિચારો છો તો તમે દાળ ઢોકળી પ્લાન કરી શકો છો. તે નાના બાળકોથી લઈને મોટેરાંઓને પસંદ આવે છે. તો જાણો કઈ રીતે ઘરે ફટાફટ આ ટેસ્ટી અને હેલ્ધી દાળ ઢોકળી બનાવી શકાશે.

દાળ ઢોકળીની રેસિપિ

સામગ્રી

ઢોકળી માટે

– એક કપ ઘઉંનો લોટ

– એક ટીસ્પૂન લાલ મરચું પાવડર

– અડધી ટીસ્પૂન જીરું

– અડધી ટીસ્પૂન ગરમ મસાલો

– એક ટીસ્પૂન ઘી

– મીઠું સ્વાદાનુસાર

– પાણી જરૂર મુજબ

દાળ માટે

– અડધો કપ તુવેર દાળ

– અડધો કપ મગની દાળ

– એક ટેબલસ્પૂન ઘી

– અડધી ટીસ્પૂન રાઈ

– પા ટીસ્પૂન જીરૂં

– અડધી ટીસ્પૂન ગરમ મસાલો

– એક નંગ ડુંગળી

– એક નંગ ટામેટું

– અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર

– અડધી ટીસ્પૂન હળદર

– મીઠું સ્વાદાનુસાર

ગાર્નિશીંગ માટે

– કોથમીર ઝીણી સમારેલી

રીત

સૌપ્રથમ ઘઉંના લોટને એક મોટા મિક્સિંગ બાઉલમાં ચાળી લો. તેમાં લાલ મરચું પાવડર, ગરમ મસાલો, મીઠું અને જીરું ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે તેમાં મોણ માટે ઘી ગરમ કરીને ઉમેરો. બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ જરૂર પૂરતું પાણી ઉમેરીને ઢોકળી માટેનો લોટ બાંધી લો. હવે આ કણકમાંથી નાની-નાની હાથેથી ઢોકળી તૈયાર કરો. હવે આ ઢોકળીને ઢાંકીને મૂકી દો. દાળને સરસ રીતે ધોઈને બે કલાક પહેલા પલાળી દેવી. તેને નીતારીને ચાર કપ પાણી, હળદર અને થોડું મીઠું ઉમેરીને બાફી લો. બરાબર બફાઈ જાય એટલે તેને વલોવી લો. હવે એક જાડા તળિયાવાળી તપેલી અથવા તો કડાઈમાં ઘી ગરમ કરો. ગરમ થાય એટલે તેમાં રાઈ અને જીરું ઉમેરો. રાઈ ફૂટે એટલે તેમાં ઝીણા સમારેલા ડુંગળી અને ટામેટાં ઉમેરીને સાંતળો. ડુંગળી લાઈટ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળો. ત્યાર બાદ તેમાં બાફેલી દાળ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે તેમાં ગરમ મસાલો અને લાલ મરચું પાવડર ઉમેરીને ઉકળવા દો. હવે તેમાં તૈયાર કરેલી ઢોકળી ઉમેરીને ચઢવા દો. પંદરથી વીસ મિનિટ સુધી ઉકળવા દો. ઢોકળી એક એક કરીને ઉમેરવી જેથી ચોંટે નહીં. બધી જ સામગ્રી એકરસ થઈ જાય અને ઢોકળી પણ ચઢી જાય એટલે ગેસ બંધ કરીને તેને કોથમીરથી ગાર્નિશ કરી લો. ગરમા-ગરમ ઢોકળી સર્વ કરો.

Most Popular

More from Author

બીમાર પત્નીને પતિએ હોસ્પિટલમાં દાખલ કરાવી. 😅😝😂😜🤣🤪

મૃત્યુ પછી બે આત્માઓ એકબીજા સાથેવાત કરી રહી હતી.પહેલી આત્મા (બીજીને),આત્મહત્યાના...

જમાઈ : એવું સાંભળીને સારું લાગે છે,એટલા માટે.😅😝😂😜🤣🤪

પપ્પુ ઈજાગ્રસ્ત હાલતમાં પોલીસ સ્ટેશન પહોચ્યો.હવાલદાર : શું થયું ?પપ્પુ :...

હેપ્પી બર્થડે સમસ્યા😅😝😂

છોકરી : જ્યારે વાદળો ગર્જના કરે છે,ત્યારે તારી ખુબ યાદ આવે...

મને પરફેક્ટ આવી જાય છે.😅😝😂😜

કાકા અને કાકી પહેલી વખત ટ્રેનમાંમુસાફરી કરી રહ્યા હતા.થોડી વાર પછી...

Read Now

મીઠાઈવાળાની દુકાન જેવી મલાઈદાર રબડી હવે ઘરે જ બનાવો, આ રહી એકદમ પરફેક્ટ રેસિપી

જો ઉતાવળમાં કોઈ મીઠાઈ બનાવવી હોય અને કંઈ સમજ ન પડે તો ફટાફટ તૈયાર થઈ જતી દૂધની વાનગી રબડી બનાવો. રબડી બનાવવામાં સરળ છે અને સ્વાદ પણ અદ્દભુત છે. રબડી બનાવવામાં 15-30 મિનિટનો સમય લાગશે અને ખાવાની પણ મજા પડી જશે. આજે આ આર્ટિકલમાં અમે તમને પરફેક્ટ...

બીમાર પત્નીને પતિએ હોસ્પિટલમાં દાખલ કરાવી. 😅😝😂😜🤣🤪

મૃત્યુ પછી બે આત્માઓ એકબીજા સાથેવાત કરી રહી હતી.પહેલી આત્મા (બીજીને),આત્મહત્યાના બે પ્રકાર હોય છે.પહેલો ઝડપી અને સરળ,ગળામાં દોરડું મૂકી અને પંખા સાથે લટકી જવું.અને બીજો ધીમો અને પીડાદાયક,ગળામાં વરમાળા પહેરો અનેઆખી જિંદગી લટકતા રહો.😅😝😂😜😂😜 બીમાર પત્નીને પતિએ હોસ્પિટલમાંદાખલ કરાવી. ડોક્ટરે પતિને પૂછ્યું : શું તમારું અનેતમારી પત્નીનું બ્લડ...

મહાશિવરાત્રી વાસ્તુ ટિપ્સઃ તમે ઘરમાં નાનું પારો શિવલિંગ રાખી શકો છો, તેનાથી વાસ્તુ દોષ દૂર થાય છે.

મહાશિવરાત્રી 08 માર્ચ, શુક્રવારે છે. મહાશિવરાત્રીનો આ તહેવાર ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ આવે છે. મહાશિવરાત્રી વિશે કહેવાય છે કે આ દિવસે ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. આ દિવસે પારદ શિવલિંગની પૂજા કરવાનું મહત્વ ઘણું વધારે છે. એવું માનવામાં આવે છે કે શિવરાત્રી પર...