Homeક્રિકેટ૫૦ ઓવરની મૅચ માત્ર...

૫૦ ઓવરની મૅચ માત્ર ૭ ઓવરમાં પૂરી કરીને ઑસ્ટ્રેલિયાએ ગાબાનો બદલો લીધો

ઑસ્ટ્રેલિયાની જમીન પર ઇતિહાસ રચનાર વિન્ડીઝની ટીમનું વન-ડેમાં સૌથી ખરાબ પ્રદર્શન જોવા મળ્યું છે. વિન્ડીઝ ટીમે હાલમાં ગાબા ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાને હરાવીને ઇતિહાસ રચ્યો હતો, પણ ત્યાર બાદ ત્રણ મૅચની વન-ડે સિરીઝમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. ઑસ્ટ્રેલિયાએ ૩-૦થી વિન્ડીઝનો વાઇટવૉશ કર્યો હતો, પણ વન-ડે સિરીઝની અંતિમ મૅચમાં વિન્ડીઝ ટીમે કારમા પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

સિરીઝની ત્રીજી અને અંતિમ વન-ડેમાં ઑસ્ટ્રેલિયાએ માત્ર ૭ ઓવરમાં વિન્ડીઝને મહાત આપી હતી.

વિન્ડીઝ ૮૬ રનમાં ઑલઆઉટ
ઑસ્ટ્રેલિયાના કૅનબેરામાં રમાયેલી વન-ડે સિરીઝની ત્રીજી અને અંતિમ મૅચમાં વિન્ડીઝની ટીમ ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરવા ઊતરી હતી. ઑસ્ટ્રેલિયાનો આ નિર્ણય સાચો સાબિત થયો હતો. વિન્ડીઝની ટીમ ૨૪.૧ ઓવરમાં ૮૬ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. ઓપનર એલિક એથનાજે સૌથી વધુ ૩૨ રન કર્યા હતા. તો રોસ્ટન ચેઝે ૧૨ અને કાર્ટીએ ૧૦ રન કર્યા હતા. એ સિવાય એક પણ બૅટર વ્યક્તિગત બે આંકડાના સ્કોર સુધી પહોંચી શક્યો નહોતો. ઑસ્ટ્રેલિયા તરફથી જેવિયર બાર્ટલેટે સૌથી વધુ ૪ વિકેટ ઝડપી હતી. લાન્સ મૉરિસ અને ઍડમ ઝમ્પાએ બે-બે વિકેટ લીધી હતી.

ઑસ્ટ્રેલિયાએ ૭ ઓવરમાં મૅચ જીતી લીધી
જવાબમાં સામાન્ય લક્ષ્‍યાંકને પાર પાડવા મેદાન પર ઊતરેલી કાંગારૂની ટીમે માત્ર ૬.૫ ઓવરમાં બે વિકેટના ભોગે ૮૭ રનનો લક્ષ્‍યાંક પાર પાડ્યો હતો. ઓપનર જૅક ફ્રેજર-મૅકગર્કે સૌથી વધુ ૪૧ રન બનાવ્યા હતા. વિન્ડીઝ તરફથી અલ્ઝારી જોસેફ અને ઓસાન થૉમસે ૧-૧ વિકેટ લીધી હતી.

Most Popular

More from Author

લે એ પણ સારા ચેનલ છે.🤪😜😝🤣😂

સંજૂ – પપ્પા મને એક છોકરી પસંદ પડી છે.હું તેની સાથે...

અને હવે તે મને નહિ છોડે.😅😝😂😜

પતિએ પોતાની ઈચ્છા પૂરી કરવાકૂવામાં સિક્કો નાખ્યો,પછી તેની પત્ની સિક્કો નાખવા...

ત્યારે થોડી-થોડી દેખાઈ.😅😝😂😜🤣

મોટી બહેન (નાની બહેનને) : બહેન,આ સોનાનો હાર બહુ સરસ છે,કેટલાનો...

આ ઘડિયાળ થોડું મોડું જ છે !🤪😜😝🤣

એક બુદ્ધિના બેલને નોકરી મળી ગઈ.પહેલા જ દિવસેએ મોડી રાત સુધી...

Read Now

લે એ પણ સારા ચેનલ છે.🤪😜😝🤣😂

સંજૂ – પપ્પા મને એક છોકરી પસંદ પડી છે.હું તેની સાથે લગ્ન કરવા માંગુ છુ.. પપ્પા – શુ એ પણ તને પસંદ કરે છે ? સંજુ – હા પપ્પા પપ્પા – જે છોકરીની પસંદ આવી હોય તેનેહું મારા ઘરની વહુ નથી બનાવી શકતો🤪😜😝🤣😂😅 પીયર ગઈ પત્ની ફોન પર-તમારા વગર જી નહી...

શાહિદ કપૂરે દીકરી માટે સિગારેટ છોડી

બોલિવુડના ચોકલેટી બોય કહેવાતા એક્ટર શાહિદ કપૂર તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મને લઈને ચર્ચામાં છે. એક ઈવેન્ટમાં બોલતા શાહિદ કપૂરે ઘણી વાતોનો ખુલાસો કર્યો છે. તેણે તેની પુત્રી માટે કંઈક એવું છોડી દીધું જે જલદી છોડી શકાય નહીં. શાહિદ કપૂર હાલમાં તેની ફિલ્મ 'તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા...

અને હવે તે મને નહિ છોડે.😅😝😂😜

પતિએ પોતાની ઈચ્છા પૂરી કરવાકૂવામાં સિક્કો નાખ્યો,પછી તેની પત્ની સિક્કો નાખવા ગઈ કેતરત જ તે લપસીને કૂવામાં પડી ગઈ.આ જોઈને,પતિની આંખમાં આંસુ આવી ગયા.તે ઉપર જોઈને બોલ્યો : હે ભગવાન,આટલું જલ્દી રીઝલ્ટ.😅😝😂😜🤣🤪 રમેશ ગભરાઈને પોલીસ સ્ટેશન જઈ રહ્યો હતો.સુરેશ : અરે આ રીતે ટેન્શનમાં ક્યાં જઈ રહ્યો છે?રમેશ...