Homeરસોઈઆ રીતે બનાવો મોમોસ,...

આ રીતે બનાવો મોમોસ, નહીં કરે સ્વાસ્થ્યને નુકસાન, જાણો રેસિપી

મોમોસ ખૂબ જ ટેસ્ટી સ્નેક્સ છે. તેને દરેક લોકો ખાવાનું પસંદ કરે છે, પરંતુ સામાન્ય રીતે મોમોસ મેદાના લોટમાંથી બનાવવામાં આવે છે. ત્યારે મેદામાંથી બનેલા મોમોસ આપણા શરીરને નુકસાન પહોંચાડી શકે છે. એવામાં હવે તમારે મોમોસ ખાવા માટે તમારા મનને મારવાની જરૂર નથી. અહીં અમે તમને મોમોસ બનાવવાની જે રેસિપી જણાવીશું, તેનાથી તમારા સ્વાસ્થ્યને પણ કોઈ નુકસાન નહીં થાય.

ચાલો જાણીએ મોમોસ બનાવવાની રેસિપી.

સામગ્રી
1 કપ ઘઉંનો લોટ, અડધો કપ કોબીજ ઝીણી સમારેલી, 1 ઝીણી સમારેલી ડુંગળી, 2 સમારેલા મરચા, અડધો કપ સમારેલી ગાજર, અડધો કપ શિમલા મરચા ઝીણા સમારેલા, 1 ચમચી આદુ ઝીણો સમારેલો, અડધી નાની ચમચી કાળા મરી, એક ચપટી ખાંડ, મીઠુ સ્વાદમુજબ, તેલ.

બનાવવાની રીત
સૌ પહેલા એક પેન લો હવે તેમા થોડું તેલ ગરમ કરો અને તેમા લસણને હળવેથી ફ્રાઈ કરો. હવે તેમા બધી શાકભાજીઓ નાખીને થોડી સીઝવો અને તેમા ખાંડ અને મીઠુ નાખીને બે મિનિટ સુધી બફાવા દો. હવે ગેસ બંધ કરી દો.

એક જુદા વાસણમાં લોટ અને મીઠુ મિક્સ કરી ગૂંથી લો. હવે તેના નાના-નાના લૂઆ બનાવો. તેને વણીને તેમાં શાકભાજીઓનું મિક્સચર નાખીને કિનારા પર હળવા હાથથી પાણી લગાવતા તેને મોમોઝની રીતે ફોલ્ડ કરી લો. (મોદક જેવા)

હવે સ્ટીમરમાં પાણી ગરમ કરો અને મોમોસને 10-15 મિનિટ સુધી વરાળમાં બાફી લો. યોગ્ય બફાઈ ગયા પછી તેને બહાર કાઢી લો. તો તૈયાર છે ટેસ્ટી મોમોસ.

Most Popular

More from Author

જમાઈ : એવું સાંભળીને સારું લાગે છે,એટલા માટે.😅😝😂😜🤣🤪

પપ્પુ ઈજાગ્રસ્ત હાલતમાં પોલીસ સ્ટેશન પહોચ્યો.હવાલદાર : શું થયું ?પપ્પુ :...

હેપ્પી બર્થડે સમસ્યા😅😝😂

છોકરી : જ્યારે વાદળો ગર્જના કરે છે,ત્યારે તારી ખુબ યાદ આવે...

મને પરફેક્ટ આવી જાય છે.😅😝😂😜

કાકા અને કાકી પહેલી વખત ટ્રેનમાંમુસાફરી કરી રહ્યા હતા.થોડી વાર પછી...

ઉપયોગ કરવાની આદત પડી ગઈ છે.😅😝😂

એક છોકરીએ ઘરવાળાઓના કહેવા પરછોકરાને જોયા વિના લગ્ન કરી લીધા.સુહાગરાત પર...

Read Now

મહાશિવરાત્રી વાસ્તુ ટિપ્સઃ તમે ઘરમાં નાનું પારો શિવલિંગ રાખી શકો છો, તેનાથી વાસ્તુ દોષ દૂર થાય છે.

મહાશિવરાત્રી 08 માર્ચ, શુક્રવારે છે. મહાશિવરાત્રીનો આ તહેવાર ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ આવે છે. મહાશિવરાત્રી વિશે કહેવાય છે કે આ દિવસે ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. આ દિવસે પારદ શિવલિંગની પૂજા કરવાનું મહત્વ ઘણું વધારે છે. એવું માનવામાં આવે છે કે શિવરાત્રી પર...

જમાઈ : એવું સાંભળીને સારું લાગે છે,એટલા માટે.😅😝😂😜🤣🤪

પપ્પુ ઈજાગ્રસ્ત હાલતમાં પોલીસ સ્ટેશન પહોચ્યો.હવાલદાર : શું થયું ?પપ્પુ : પત્નીએ માર્યો.હવાલદાર : કેમ?પપ્પુ : એની મમ્મી પપ્પા અમારા ઘેર આવ્યા,તો તેણે મને કહ્યું કે,બહારથી તેમના માટે કાંઈ લઇ આવો.હવાલદાર : તો?પપ્પુ : હું ટેક્સી લઇ આવ્યો.😅😝😂😜🤣🤪 પતિ પોતાની નારાજ પત્નીને મનાવવા માટેરોજ સાસરિયામાં ફોન કરે છે..એક...

જો તમે તમારા સવારના નાસ્તામાં કંઇક અલગ બનાવવા માંગો છો તો આ રીતે બનાવો બોટલમાં ચણાના લોટના ચીલા, જાણો તેને બનાવવાની રીત.

જો તમે એકસરખી વસ્તુઓ ખાવાથી કંટાળી ગયા હોવ અને કંઈક ટેસ્ટી ખાવા ઈચ્છતા હોવ તો તમે લૌકી બેસન ચીલા અજમાવી શકો છો. આ રેસીપી માત્ર ટેસ્ટી જ નથી પણ ખૂબ જ હેલ્ધી પણ છે. આપણે બધા જાણીએ છીએ કે પાલખી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ચણાના લોટ...