Homeક્રિકેટઈંગ્લેન્ડના 'બેઝબોલ'નો જવાબ ભારત...

ઈંગ્લેન્ડના ‘બેઝબોલ’નો જવાબ ભારત ‘વિરાટબોલ’થી આપશે, પૂર્વ ક્રિકેટરે આપ્યો જડબાતોડ જવાબ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝ
પ્રથમ ટેસ્ટ 25 જાન્યુઆરીથી હૈદરાબાદમાં રમાશે
ઈંગ્લેન્ડની ટેસ્ટ ક્રિકેટમાં બેઝબોલ ક્રિકેટ રમે છે
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝ રમાવા જઈ રહી છે. જેના માટે ઈંગ્લેન્ડની ટીમ ભારતના પ્રવાસે જશે. સિરીઝની પ્રથમ મેચ 25 જાન્યુઆરીથી હૈદરાબાદમાં રમાશે. જેના માટે હવે ટીમ ઈન્ડિયા જોરશોરથી તૈયારી કરી રહી છે.

આ સિરીઝમાં બંને ટીમો વચ્ચે જોરદાર મુકાબલો થવાનો છે. ઈંગ્લેન્ડ હવે ટેસ્ટ ક્રિકેટમાં ખૂબ જ આક્રમક ક્રિકેટ રમે છે, જેમાં ઈંગ્લેન્ડ ટીમના કોચ બ્રેન્ડન મેક્કુલમ અને કેપ્ટન બેન સ્ટોક્સનું યોગદાન છે.

હવે ઈંગ્લેન્ડની ટીમ ટેસ્ટ ક્રિકેટમાં ‘બેઝબોલ’ ક્રિકેટ રમે છે. ભારતીય ટીમ સામે આગામી ટેસ્ટ સિરીઝમાં ફરી એકવાર ઈંગ્લેન્ડનું ‘બેઝબોલ’ ક્રિકેટ જોવા જઈ રહ્યું છે. જેના પર હવે ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે ઈંગ્લેન્ડને જડબાતોડ જવાબ આપ્યો છે.

ભારત પાસે ‘વિરાટબોલ’

જ્યારથી ન્યૂઝીલેન્ડના પૂર્વ બેટ્સમેન બ્રેન્ડન મેક્કુલમ ઈંગ્લેન્ડ ટીમના કોચ બન્યા છે ત્યારથી ટેસ્ટ ક્રિકેટમાં ટીમનું આક્રમક પ્રદર્શન જોવા મળી રહ્યું છે. જેનો ઈંગ્લેન્ડની ટીમને ઘણો ફાયદો થયો છે. હવે ઈંગ્લેન્ડ માટે ભારતીય પીચો પર આક્રમક અને સકારાત્મક ક્રિકેટ રમવું એક સંપૂર્ણપણે અલગ પડકાર હશે. ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે હ્યું કે ભારત પાસે ઈંગ્લેન્ડના બેઝબોલ સાથે સ્પર્ધા કરવા માટે વિરાટબોલ છે. વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં છે, વિરાટ જે રીતે બેટિંગ કરી રહ્યો છે, તેની બેટિંગમાં સારી મૂવમેન્ટ છે.

ઈંગ્લેન્ડ માટે આ રસ્તો સરળ નથી

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝ ભારતીય પીચો પર યોજાવા જઈ રહી છે. ઇંગ્લેન્ડ માટે ભારતીય પીચો પર બેઝબોલ ક્રિકેટને ચલાવવું એટલું સરળ નથી. ભારતીય પીચો પર સ્પિનરોને ઘણો ટર્ન મળે છે. તેને જોતા ભારતીય ટીમમાં રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન અને અક્ષર પટેલ જેવા મહાન સ્પિનરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે ઈંગ્લેન્ડને ઘણી મુશ્કેલીમાં મુકશે. ભારતીય ટીમે સાઉથ આફ્રિકામાં તેની છેલ્લી ટેસ્ટ મેચ જીતી છે, તેથી ટીમ ઈન્ડિયાનું મનોબળ પ્રબળ છે.

Most Popular

More from Author

બીમાર પત્નીને પતિએ હોસ્પિટલમાં દાખલ કરાવી. 😅😝😂😜🤣🤪

મૃત્યુ પછી બે આત્માઓ એકબીજા સાથેવાત કરી રહી હતી.પહેલી આત્મા (બીજીને),આત્મહત્યાના...

જમાઈ : એવું સાંભળીને સારું લાગે છે,એટલા માટે.😅😝😂😜🤣🤪

પપ્પુ ઈજાગ્રસ્ત હાલતમાં પોલીસ સ્ટેશન પહોચ્યો.હવાલદાર : શું થયું ?પપ્પુ :...

હેપ્પી બર્થડે સમસ્યા😅😝😂

છોકરી : જ્યારે વાદળો ગર્જના કરે છે,ત્યારે તારી ખુબ યાદ આવે...

મને પરફેક્ટ આવી જાય છે.😅😝😂😜

કાકા અને કાકી પહેલી વખત ટ્રેનમાંમુસાફરી કરી રહ્યા હતા.થોડી વાર પછી...

Read Now

મીઠાઈવાળાની દુકાન જેવી મલાઈદાર રબડી હવે ઘરે જ બનાવો, આ રહી એકદમ પરફેક્ટ રેસિપી

જો ઉતાવળમાં કોઈ મીઠાઈ બનાવવી હોય અને કંઈ સમજ ન પડે તો ફટાફટ તૈયાર થઈ જતી દૂધની વાનગી રબડી બનાવો. રબડી બનાવવામાં સરળ છે અને સ્વાદ પણ અદ્દભુત છે. રબડી બનાવવામાં 15-30 મિનિટનો સમય લાગશે અને ખાવાની પણ મજા પડી જશે. આજે આ આર્ટિકલમાં અમે તમને પરફેક્ટ...

બીમાર પત્નીને પતિએ હોસ્પિટલમાં દાખલ કરાવી. 😅😝😂😜🤣🤪

મૃત્યુ પછી બે આત્માઓ એકબીજા સાથેવાત કરી રહી હતી.પહેલી આત્મા (બીજીને),આત્મહત્યાના બે પ્રકાર હોય છે.પહેલો ઝડપી અને સરળ,ગળામાં દોરડું મૂકી અને પંખા સાથે લટકી જવું.અને બીજો ધીમો અને પીડાદાયક,ગળામાં વરમાળા પહેરો અનેઆખી જિંદગી લટકતા રહો.😅😝😂😜😂😜 બીમાર પત્નીને પતિએ હોસ્પિટલમાંદાખલ કરાવી. ડોક્ટરે પતિને પૂછ્યું : શું તમારું અનેતમારી પત્નીનું બ્લડ...

મહાશિવરાત્રી વાસ્તુ ટિપ્સઃ તમે ઘરમાં નાનું પારો શિવલિંગ રાખી શકો છો, તેનાથી વાસ્તુ દોષ દૂર થાય છે.

મહાશિવરાત્રી 08 માર્ચ, શુક્રવારે છે. મહાશિવરાત્રીનો આ તહેવાર ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ આવે છે. મહાશિવરાત્રી વિશે કહેવાય છે કે આ દિવસે ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. આ દિવસે પારદ શિવલિંગની પૂજા કરવાનું મહત્વ ઘણું વધારે છે. એવું માનવામાં આવે છે કે શિવરાત્રી પર...