Homeક્રિકેટT20 વર્લ્ડકપ પહેલા ટીમ...

T20 વર્લ્ડકપ પહેલા ટીમ ઈન્ડિયા મોટી મુશ્કેલીમાં, કોચ રાહુલ દ્રવિડે આપ્યા સંકેત

  • T20 વર્લ્ડકપ 2024 વેસ્ટ ઈન્ડિઝ અને યુએસમાં યોજાશે
  • T20 વર્લ્ડકપનું પ્રથમ વખત આયોજન 2007માં કરાયું
  • દ્રવિડે પણ વર્લ્ડકપ પહેલા ટીમની સૌથી મોટી સમસ્યા જણાવી

T20 ક્રિકેટની શરૂઆત લગભગ 18 વર્ષ પહેલા ક્રિકેટમાં ઉત્સાહ વધારવા માટે કરવામાં આવી હતી. આ ફોર્મેટની લોકપ્રિયતાને જોઈને 2007માં પ્રથમ વખત T20 વર્લ્ડકપનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ભારતે જીત્યો હતો.

ત્યારથી અત્યાર સુધીમાં 8 T20 વર્લ્ડકપ રમાઈ ચૂક્યા છે. જો કે, ટીમ ઈન્ડિયા ફરીથી ટાઈટલ જીતી શકી નથી. હવે આ સિઝનમાં ફરી T20 વર્લ્ડકપ રમાવાનો છે. આ વર્લ્ડકપનું આયોજન વેસ્ટ ઈન્ડિઝ અને યુએસમાં કરવામાં આવશે.

આ વર્ષના T20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયા તરફથી કયા ખેલાડીઓ રમતા જોવા મળશે તે સવાલનો જવાબ હજુ સુધી મળ્યો નથી. ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડે પણ વર્લ્ડકપ પહેલા સૌથી મોટી સમસ્યા ગણાવી છે. અફઘાનિસ્તાન સામે 3-0થી જીત નોંધાવ્યા બાદ પણ રાહુલ દ્રવિડનું કહેવું છે કે વર્લ્ડકપ પહેલા ઘણી બાબતો છે જેને ઉકેલવાની જરૂર છે. દ્રવિડે એમ પણ કહ્યું કે સૌથી મોટી સમસ્યા એ છે કે આ બાબતોને ઉકેલવામાં બહુ ઓછો સમય બચ્યો છે.

IPLમાં ખેલાડીઓ પર ચાંપતી નજર

ટીમ ઈન્ડિયાએ જૂનમાં યોજાનારા વર્લ્ડકપ પહેલા છેલ્લી T20 સિરીઝ રમી છે. આ સિરીઝમાં યશસ્વી જયસ્વાલ, શિવમ દુબે, જીતેશ શર્મા, અક્ષર પટેલ અને રવિ બિશ્નોઈ જેવા યુવા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને ટીમ મેનેજમેન્ટની મુશ્કેલી વધારી દીધી છે. આ વિશે વાત કરતા રાહુલ દ્રવિડે કહ્યું, “વર્લ્ડકપ પહેલા, ઘણા કારણોસર, અમે વિવિધ ખેલાડીઓને તક આપી રહ્યા છીએ. તે સારું છે કે અમારી પાસે ઘણા બધા વિકલ્પો છે.

રાહુલ દ્રવિડે વધુમાં કહ્યું કે, “કેટલીક સમસ્યાઓ છે જેને ઉકેલવાની જરૂર છે.” અમે તેના વિશે વિચારી રહ્યા છીએ. સમસ્યા માત્ર એ છે કે હવે આપણી પાસે બહુ ઓછો સમય બચ્યો છે. અમે વધારે ક્રિકેટ રમવાના નથી. અમારી પાસે IPL છે. અમે તેના વિશે જાણીએ છીએ. અમારે IPLમાં ખેલાડીઓ પર ચાંપતી નજર રાખવી પડશે. અમે જોઈ રહ્યા છીએ કે અમારા ખેલાડીઓ IPLમાં કેવી રીતે રમે છે અને ટીમમાં કેવી જગ્યાઓ ભરાય છે.

વિકેટકીપર નક્કી નથી

શિવમ દુબેએ અફઘાનિસ્તાન સામેની સિરીઝમાં 124 રન બનાવ્યા હતા અને તે બે વિકેટ પણ લેવામાં સફળ રહ્યો હતો. દ્રવિડે સ્વીકાર્યું કે દુબેને માત્ર ઓલરાઉન્ડર તરીકે જ જોવામાં આવે છે. દ્રવિડે કહ્યું, “દુબેએ ઘણા વર્ષો પછી વાપસી કરી છે. હવે તે પહેલા કરતા વધુ સારા ખેલાડી તરીકે ઉભરી આવ્યો છે. સીરિઝમાં શિવમ દુબેને પરફોર્મ કરતા જોઈને આનંદ થયો. વિકેટકીપર તરીકે પણ ટીમ ઈન્ડિયા પાસે જીતેશ શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન, કેએલ રાહુલ અને ઋષભ પંતના રૂપમાં ઘણા વિકલ્પો છે. પંતનું રમવું તેની ફિટનેસ પર નિર્ભર રહેશે. રાહુલ દ્રવિડે સ્વીકાર્યું કે વર્લ્ડકપ પહેલા વિકેટકીપરની સમસ્યા પણ ઉકેલાઈ જશે.

Most Popular

More from Author

લે એ પણ સારા ચેનલ છે.🤪😜😝🤣😂

સંજૂ – પપ્પા મને એક છોકરી પસંદ પડી છે.હું તેની સાથે...

અને હવે તે મને નહિ છોડે.😅😝😂😜

પતિએ પોતાની ઈચ્છા પૂરી કરવાકૂવામાં સિક્કો નાખ્યો,પછી તેની પત્ની સિક્કો નાખવા...

ત્યારે થોડી-થોડી દેખાઈ.😅😝😂😜🤣

મોટી બહેન (નાની બહેનને) : બહેન,આ સોનાનો હાર બહુ સરસ છે,કેટલાનો...

આ ઘડિયાળ થોડું મોડું જ છે !🤪😜😝🤣

એક બુદ્ધિના બેલને નોકરી મળી ગઈ.પહેલા જ દિવસેએ મોડી રાત સુધી...

Read Now

લે એ પણ સારા ચેનલ છે.🤪😜😝🤣😂

સંજૂ – પપ્પા મને એક છોકરી પસંદ પડી છે.હું તેની સાથે લગ્ન કરવા માંગુ છુ.. પપ્પા – શુ એ પણ તને પસંદ કરે છે ? સંજુ – હા પપ્પા પપ્પા – જે છોકરીની પસંદ આવી હોય તેનેહું મારા ઘરની વહુ નથી બનાવી શકતો🤪😜😝🤣😂😅 પીયર ગઈ પત્ની ફોન પર-તમારા વગર જી નહી...

શાહિદ કપૂરે દીકરી માટે સિગારેટ છોડી

બોલિવુડના ચોકલેટી બોય કહેવાતા એક્ટર શાહિદ કપૂર તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મને લઈને ચર્ચામાં છે. એક ઈવેન્ટમાં બોલતા શાહિદ કપૂરે ઘણી વાતોનો ખુલાસો કર્યો છે. તેણે તેની પુત્રી માટે કંઈક એવું છોડી દીધું જે જલદી છોડી શકાય નહીં. શાહિદ કપૂર હાલમાં તેની ફિલ્મ 'તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા...

અને હવે તે મને નહિ છોડે.😅😝😂😜

પતિએ પોતાની ઈચ્છા પૂરી કરવાકૂવામાં સિક્કો નાખ્યો,પછી તેની પત્ની સિક્કો નાખવા ગઈ કેતરત જ તે લપસીને કૂવામાં પડી ગઈ.આ જોઈને,પતિની આંખમાં આંસુ આવી ગયા.તે ઉપર જોઈને બોલ્યો : હે ભગવાન,આટલું જલ્દી રીઝલ્ટ.😅😝😂😜🤣🤪 રમેશ ગભરાઈને પોલીસ સ્ટેશન જઈ રહ્યો હતો.સુરેશ : અરે આ રીતે ટેન્શનમાં ક્યાં જઈ રહ્યો છે?રમેશ...