Homeક્રિકેટજાણી લો, શાનદાર પ્રદર્શન...

જાણી લો, શાનદાર પ્રદર્શન કરતા યશસ્વી જયસ્વાલ ટી20 રેન્કિંગના ટોપ 10માં પહોંચ્યો આ સ્થાને

ટીમ ઈન્ડિયાએ હાલમાં જ અફઘાનિસ્તાનને ટી20 શ્રેણીમાં 3-0થી હરાવ્યું છે. જેને કારણે આ શ્રેણી પર કબજો મેળવી લીધો છે. આ તરફ આઇસીસીએ ટીમ ઈન્ડિયાની ટી20 સિરીઝ જીત્યા બાદ લેટેસ્ટ રેન્કિંગ જાહેર કર્યું છે. જેમાં ટીમ ઈન્ડિયાના યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલને ઘણો ફાયદો થયો છે. તે ટી20 રેન્કિંગમાં ટોપ 10માં પહોંચી ગયો છે. ઈન્દોરમાં રમાયેલી મેચમાં યશસ્વીએ શાનદાર અડધી સદી ફટકારી હતી.

જેનો તેને ખૂબ જ ફાયદો થયો હોવાનું ધ્યાને આવ્યું છે. યશસ્વીએ રેન્કિંગમાં જોરદાર છલાંગ લગાવી છે. તેને 7 સ્થાનનો ફાયદો થયો છે. આ સાથે તે છઠ્ઠા સ્થાન પર પહોંચી ગયો છે.

બેટ્સમેનોની ટી20 રેન્કિંગમાં સૂર્યકુમાર યાદવ ટોપ પર યથાવત છે. તેને 869 રેટિંગ મળ્યું છે. ફિલિપ સોલ્ટ બીજા નંબર પર છે. પાકિસ્તાનનો બેટ્સમેન મોહમ્મદ રિઝવાન ત્રીજા નંબર પર અને બાબર આઝમ ચોથા નંબર પર છે. સાઉથ આફ્રિકાનો દિગ્ગજ ખેલાડી એડન માર્કરામ પાંચમા નંબરે છે. યશસ્વી છઠ્ઠા નંબર પર પહોંચી ગયો છે. તેને 7 સ્થાનનો ફાયદો થયો છે. ભારતીય બેટ્સમેન રૂતુરાજ ગાયકવાડ 9મા સ્થાને છે. તેને એક સ્થાનનું નુકસાન થયું છે.

ટીમ ઈન્ડિયાએ ટી20 સિરીઝની બીજી મેચમાં અફઘાનિસ્તાનને 6 વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં યશસ્વી ઓપનિંગ કરવા માટે આવ્યો હતો. તેણે 34 બોલનો સામનો કરીને 68 રન બનાવ્યા હતા. યશસ્વીએ 5 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. તેનો સ્ટ્રાઈક રેટ 200 થયો હતો. આમ, અફધાનિસ્તાન અને ઇન્ડિયા વચ્ચેની ટી20 શ્રેણીમાં સારો દેખાવ કરવા બદલ યશસ્વીને ટોપ ટોનમાં સ્થાન પ્રાપ્ત કરવાની આ ખાસ ભેટ મળી છે.

Most Popular

More from Author

બીમાર પત્નીને પતિએ હોસ્પિટલમાં દાખલ કરાવી. 😅😝😂😜🤣🤪

મૃત્યુ પછી બે આત્માઓ એકબીજા સાથેવાત કરી રહી હતી.પહેલી આત્મા (બીજીને),આત્મહત્યાના...

જમાઈ : એવું સાંભળીને સારું લાગે છે,એટલા માટે.😅😝😂😜🤣🤪

પપ્પુ ઈજાગ્રસ્ત હાલતમાં પોલીસ સ્ટેશન પહોચ્યો.હવાલદાર : શું થયું ?પપ્પુ :...

હેપ્પી બર્થડે સમસ્યા😅😝😂

છોકરી : જ્યારે વાદળો ગર્જના કરે છે,ત્યારે તારી ખુબ યાદ આવે...

મને પરફેક્ટ આવી જાય છે.😅😝😂😜

કાકા અને કાકી પહેલી વખત ટ્રેનમાંમુસાફરી કરી રહ્યા હતા.થોડી વાર પછી...

Read Now

બીમાર પત્નીને પતિએ હોસ્પિટલમાં દાખલ કરાવી. 😅😝😂😜🤣🤪

મૃત્યુ પછી બે આત્માઓ એકબીજા સાથેવાત કરી રહી હતી.પહેલી આત્મા (બીજીને),આત્મહત્યાના બે પ્રકાર હોય છે.પહેલો ઝડપી અને સરળ,ગળામાં દોરડું મૂકી અને પંખા સાથે લટકી જવું.અને બીજો ધીમો અને પીડાદાયક,ગળામાં વરમાળા પહેરો અનેઆખી જિંદગી લટકતા રહો.😅😝😂😜😂😜 બીમાર પત્નીને પતિએ હોસ્પિટલમાંદાખલ કરાવી. ડોક્ટરે પતિને પૂછ્યું : શું તમારું અનેતમારી પત્નીનું બ્લડ...

મહાશિવરાત્રી વાસ્તુ ટિપ્સઃ તમે ઘરમાં નાનું પારો શિવલિંગ રાખી શકો છો, તેનાથી વાસ્તુ દોષ દૂર થાય છે.

મહાશિવરાત્રી 08 માર્ચ, શુક્રવારે છે. મહાશિવરાત્રીનો આ તહેવાર ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ આવે છે. મહાશિવરાત્રી વિશે કહેવાય છે કે આ દિવસે ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. આ દિવસે પારદ શિવલિંગની પૂજા કરવાનું મહત્વ ઘણું વધારે છે. એવું માનવામાં આવે છે કે શિવરાત્રી પર...

જમાઈ : એવું સાંભળીને સારું લાગે છે,એટલા માટે.😅😝😂😜🤣🤪

પપ્પુ ઈજાગ્રસ્ત હાલતમાં પોલીસ સ્ટેશન પહોચ્યો.હવાલદાર : શું થયું ?પપ્પુ : પત્નીએ માર્યો.હવાલદાર : કેમ?પપ્પુ : એની મમ્મી પપ્પા અમારા ઘેર આવ્યા,તો તેણે મને કહ્યું કે,બહારથી તેમના માટે કાંઈ લઇ આવો.હવાલદાર : તો?પપ્પુ : હું ટેક્સી લઇ આવ્યો.😅😝😂😜🤣🤪 પતિ પોતાની નારાજ પત્નીને મનાવવા માટેરોજ સાસરિયામાં ફોન કરે છે..એક...