Homeમનોરંજનવિક્રાંત મેસ્સી, રાશિ ખન્ના...

વિક્રાંત મેસ્સી, રાશિ ખન્ના અને રિદ્ધિ ડોગરા સાથે એકતા કપૂર બનાવશે ‘ધ સાબરમતી રિપોર્ટ’

વિક્રાંત મેસ્સીને ’12th ફેઈલ’ બાદ મોટા બેનર તરફથી પણ હિન્દી ફિલ્મો ઓફર થઈ રહી છે. એકતા કપૂરે ‘ધ સાબરમતી રિપોર્ટ’ ટાઈટલ સાથે આગામી પ્રોજેક્ટની તૈયારી શરૂ કરી છે. આ ફિલ્મમાં વિક્રાંત મેસ્સીનો લીડ રોલ ફાઈનલ થયો છે. આ ફિલ્મથી રાશિ ખન્ના બોલિવૂડમાં ડેબ્યુ કરી રહી છે. રાશિ ઉપરાંત ‘જવાન’માં શાહરૂખ સાથે રોલ કરનારી રિદ્ધિ ડોગરાને પણ મહત્ત્વનો રોલ અપાયો છે.

2002ના વર્ષમાં 27 ફેબ્રુઆરીના રોજ ગોધરા ખાતે તોફાની ટોળાએ સાબરમતી એક્સપ્રેસના એસ-6 કોચને આગ લગાવી હતી. આ હિચકારા હુમલામાં 59 કારસેવકોનો ભોગ લેવાયો હતો. કારસેવકોની હત્યાના પગલે દેશભરમાં આઘાત અને આક્રોશની લાગણી હતી, જ્યારે રાજ્યમાં ઠેર-ઠેર કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. 2002ના કોમી રમખાણો અંગે અનેક હિન્દી ફિલ્મોમાં ઉલ્લેખ થયા છે, પરંતુ સાબરમતી એક્સપ્રેસ પર હુમલાની ઘટનાને કેન્દ્રમાં રાખીને પહેલી બિગ બજેટ ફિલ્મ બની રહી છે.

બિગ બજેટ ટીવી શો અને ફિલ્મો બનાવવા માટે જાણીતાં પ્રોડ્યુસર એકતા કપૂરે ‘ધ સાબરમતી રિપોર્ટ’ નામથી ફિલ્મ બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. એકતાએ ડાયરેક્શનની જવાબદારી રાજન ચંદેલને સોંપી છે. ફિલ્મમાં લીડ રોલ માટે વિક્રાંત મેસ્સીની પસંદગી થઈ છે. વિક્રાંત અને એકતાએ અગાઉ ‘બ્રોકન બટ બ્યુટીફુલ’ ફ્રેન્ચાઈઝીમાં સાથે કામ કર્યુ હતું. આ ફિલ્મની એનાઉનમેન્સ માટે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર થયો હતો. જેમાં જણાવાયું હતું કે, નહીં કહેવાયેલી સ્ટોરી સાથે ઈતિહાસના પાના ઉથાપવા તૈયાર થઈ જાવ- ધ સાબરમતી રિપોર્ટ -સમગ્ર દેશને કારમો ઘા આપનારી 2002ની ઘટનામાં ડોકિયું કરવા તૈયાર રહો. 3 મે, 2024ના રોજ સિનેમામાં આવી રહી છે.

વિક્રાંત મેસ્સીને સ્ટાર તરીકેની ઓળખ રીયલ લાઈફ આધારિત ફિલ્મ ’12th ફેઈલ’થી મળી છે. વિક્રાંતને મળેલી બીજી મોટી ફિલ્મ પણ સત્ય ઘટનાથી પ્રેરિત છે. અયોધ્યામાં કારસેવા કરીને ટ્રેનમાં પરત આવી રહેલા શ્રદ્ધાળુઓ એસ-6 કોચમાં બેઠેલા હતા. હિંસક ટોળાએ ગોધરામાં આ કોચને આગ લગાવી હતી અને 59 કારસેવકોને જીવતા સળગાવી દીધા હતા. ગુજરાત રાજ્યના ઈતિહાસમાં કાળી ટીલી સમાન આ ગોઝારા હત્યાકાંડના પડઘા બે દાયકા બાદ પણ શમ્યા નથી.

સામાન્ય રીતે સાસ-બહુ પ્રકારની સિરિયલો બનાવવા માટે જાણીતા એકતા કપૂરે આ સંવેદનશીલ વિષય પર ફિલ્મ બનાવવા કમર કસી છે. જો કે તેઓ પોતાની ફિલ્મમાં ટ્રેનનો કોચ સળગાવી દેવાની ઘટનાની તપાસ માટે નિમાયેલા કમિશન રિપોર્ટના આધારે ફિલ્મ બનાવશે કે પછી ધ કાશ્મીર ફાઈલ્સની જેમ પીડિતો અને મૃતકોના પરિવારજનો સાથે વાતચીત પણ કરશે તે અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી. આગામી અઠવાડિયે અયોધ્યામાં શ્રી રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે એકતા કપૂરે કરેલી જાહેરાતથી ફિલ્મ માટેની ઉત્સુકતામાં વધારો થયો છે.

Most Popular

More from Author

લે એ પણ સારા ચેનલ છે.🤪😜😝🤣😂

સંજૂ – પપ્પા મને એક છોકરી પસંદ પડી છે.હું તેની સાથે...

અને હવે તે મને નહિ છોડે.😅😝😂😜

પતિએ પોતાની ઈચ્છા પૂરી કરવાકૂવામાં સિક્કો નાખ્યો,પછી તેની પત્ની સિક્કો નાખવા...

ત્યારે થોડી-થોડી દેખાઈ.😅😝😂😜🤣

મોટી બહેન (નાની બહેનને) : બહેન,આ સોનાનો હાર બહુ સરસ છે,કેટલાનો...

આ ઘડિયાળ થોડું મોડું જ છે !🤪😜😝🤣

એક બુદ્ધિના બેલને નોકરી મળી ગઈ.પહેલા જ દિવસેએ મોડી રાત સુધી...

Read Now

લે એ પણ સારા ચેનલ છે.🤪😜😝🤣😂

સંજૂ – પપ્પા મને એક છોકરી પસંદ પડી છે.હું તેની સાથે લગ્ન કરવા માંગુ છુ.. પપ્પા – શુ એ પણ તને પસંદ કરે છે ? સંજુ – હા પપ્પા પપ્પા – જે છોકરીની પસંદ આવી હોય તેનેહું મારા ઘરની વહુ નથી બનાવી શકતો🤪😜😝🤣😂😅 પીયર ગઈ પત્ની ફોન પર-તમારા વગર જી નહી...

શાહિદ કપૂરે દીકરી માટે સિગારેટ છોડી

બોલિવુડના ચોકલેટી બોય કહેવાતા એક્ટર શાહિદ કપૂર તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મને લઈને ચર્ચામાં છે. એક ઈવેન્ટમાં બોલતા શાહિદ કપૂરે ઘણી વાતોનો ખુલાસો કર્યો છે. તેણે તેની પુત્રી માટે કંઈક એવું છોડી દીધું જે જલદી છોડી શકાય નહીં. શાહિદ કપૂર હાલમાં તેની ફિલ્મ 'તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા...

અને હવે તે મને નહિ છોડે.😅😝😂😜

પતિએ પોતાની ઈચ્છા પૂરી કરવાકૂવામાં સિક્કો નાખ્યો,પછી તેની પત્ની સિક્કો નાખવા ગઈ કેતરત જ તે લપસીને કૂવામાં પડી ગઈ.આ જોઈને,પતિની આંખમાં આંસુ આવી ગયા.તે ઉપર જોઈને બોલ્યો : હે ભગવાન,આટલું જલ્દી રીઝલ્ટ.😅😝😂😜🤣🤪 રમેશ ગભરાઈને પોલીસ સ્ટેશન જઈ રહ્યો હતો.સુરેશ : અરે આ રીતે ટેન્શનમાં ક્યાં જઈ રહ્યો છે?રમેશ...