Homeમનોરંજનઅભિષેક અને ઐશ્વર્યાના છૂટાછેડાના...

અભિષેક અને ઐશ્વર્યાના છૂટાછેડાના સમાચાર વચ્ચે સ્પોર્ટ્સમાં સાથે જોવા મળ્યો બચ્ચન પરિવાર, દીકરી આરાધ્યાએ ખેંચ્યું સૌનું ધ્યાન

બૉલીવુડના સેલેબ્સના લગ્ન અને અફેરને લઈને ખબરો સતત સામે આવતી હોય છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનના દીકરા અભિષેક બચ્ચન અને તેની પત્ની ઐશ્વર્યા રાય વચ્ચે છૂટાછેડાની ખબરો ચર્ચામાં છે. જો કે આ બંને દ્વારા કોઈ અધિકારીક નિવેદન સામે નથી આવ્યું, પરંતુ આ બધા વચ્ચે બચ્ચન પરિવાર એક સાથે જોવા મળ્યો હતો.

તાજેતરમાં, એક મેચ દરમિયાન, ઐશ્વર્યા રાય બચ્ચન, અમિતાભ બચ્ચન અને આરાધ્યા બચ્ચન અભિષેક બચ્ચન અને તેની કબડ્ડી ટીમ જયપુર પિંક પેન્થર્સને ચીયર કરતા જોવા મળ્યા હતા.

બચ્ચન પરિવાર જોવા મળ્યો સાથે :

શનિવારે રાત્રે ઐશ્વર્યા, અમિતાભ અને આરાધ્યાએ મુંબઈના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ડોર સ્ટેડિયમમાં કબડ્ડી મેચમાં હાજરી આપી હતી. આખો બચ્ચન પરિવાર અભિષેક સાથે સ્ટેન્ડ પર બેઠો હતો અને બધાએ જયપુર પિંક પેન્થર્સની જર્સી પહેરી હતી. જયપુર પિંક પેન્થર્સનો સામનો યુ મુમ્બા સામે થયો હતો. છૂટાછેડાના સમાચારને નકારતા, અભિષેક અને ઐશ્વર્યા ફરી એકવાર સાથે જોવા મળી રહ્યા છે. અભિષેક બચ્ચનની કબડ્ડી ટીમને સપોર્ટ કરવા આવેલા અમિતાભ, ઐશ્વર્યા રાય અને આરાધ્યાના કેટલાક વીડિયો, ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

છૂટાછેડાની આવી હતી ખબરો :

વીડિયોમાં બચ્ચન પરિવારના સભ્યો ટીમને ચીયર કરતા જોવા મળ્યા હતા. જ્યારથી મેચ શરૂ થઈ ત્યારથી જ ઐશ્વર્યા, અમિતાભ અને આરાધ્યા પહેલી મિનિટથી મેચ જોતા જોવા મળ્યા હતા. અમિતાભ બચ્ચને તેમના પુત્ર, પુત્રવધૂ અને પૌત્રી સાથે મેચની મજા માણી હતી. મુમ્બા યુના 31 પોઈન્ટ અને જયપુર પિંક પેન્થર્સના 41 પોઈન્ટ સાથે મેચ સમાપ્ત થઈ. તમને જણાવી દઈએ કે અભિષેક બચ્ચન બંટી વાલિયા સાથે જયપુર પિંક પેન્થર્સના સહ-માલિક છે.

આરાધ્યાએ પણ ખેંચ્યું સૌનું ધ્યાન :

અંતે પિંક પેન્થર્સની જીત પર આખો પરિવાર આનંદથી કૂદવા લાગ્યો. બચ્ચન પરિવારના ચહેરા પર જીતની ખુશી સ્પષ્ટ દેખાતી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. આને શેર કરતા સ્ટાર સ્પોર્ટ્સે કેપ્શનમાં લખ્યું છે કે, “જયપુર પિંક પેન્થર્સને મુંબઈ લેગની પ્રથમ મેચ જીતતી જોવા માટે અમિતાભ, ઐશ્વર્યા અને અભિષેક બધા હાજર હતા.” આ દરમિયાન અભિષેક અને ઐશ્વર્યાની દીકરી આરાધ્યાએ પણ સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

Most Popular

More from Author

બીમાર પત્નીને પતિએ હોસ્પિટલમાં દાખલ કરાવી. 😅😝😂😜🤣🤪

મૃત્યુ પછી બે આત્માઓ એકબીજા સાથેવાત કરી રહી હતી.પહેલી આત્મા (બીજીને),આત્મહત્યાના...

જમાઈ : એવું સાંભળીને સારું લાગે છે,એટલા માટે.😅😝😂😜🤣🤪

પપ્પુ ઈજાગ્રસ્ત હાલતમાં પોલીસ સ્ટેશન પહોચ્યો.હવાલદાર : શું થયું ?પપ્પુ :...

હેપ્પી બર્થડે સમસ્યા😅😝😂

છોકરી : જ્યારે વાદળો ગર્જના કરે છે,ત્યારે તારી ખુબ યાદ આવે...

મને પરફેક્ટ આવી જાય છે.😅😝😂😜

કાકા અને કાકી પહેલી વખત ટ્રેનમાંમુસાફરી કરી રહ્યા હતા.થોડી વાર પછી...

Read Now

મીઠાઈવાળાની દુકાન જેવી મલાઈદાર રબડી હવે ઘરે જ બનાવો, આ રહી એકદમ પરફેક્ટ રેસિપી

જો ઉતાવળમાં કોઈ મીઠાઈ બનાવવી હોય અને કંઈ સમજ ન પડે તો ફટાફટ તૈયાર થઈ જતી દૂધની વાનગી રબડી બનાવો. રબડી બનાવવામાં સરળ છે અને સ્વાદ પણ અદ્દભુત છે. રબડી બનાવવામાં 15-30 મિનિટનો સમય લાગશે અને ખાવાની પણ મજા પડી જશે. આજે આ આર્ટિકલમાં અમે તમને પરફેક્ટ...

બીમાર પત્નીને પતિએ હોસ્પિટલમાં દાખલ કરાવી. 😅😝😂😜🤣🤪

મૃત્યુ પછી બે આત્માઓ એકબીજા સાથેવાત કરી રહી હતી.પહેલી આત્મા (બીજીને),આત્મહત્યાના બે પ્રકાર હોય છે.પહેલો ઝડપી અને સરળ,ગળામાં દોરડું મૂકી અને પંખા સાથે લટકી જવું.અને બીજો ધીમો અને પીડાદાયક,ગળામાં વરમાળા પહેરો અનેઆખી જિંદગી લટકતા રહો.😅😝😂😜😂😜 બીમાર પત્નીને પતિએ હોસ્પિટલમાંદાખલ કરાવી. ડોક્ટરે પતિને પૂછ્યું : શું તમારું અનેતમારી પત્નીનું બ્લડ...

મહાશિવરાત્રી વાસ્તુ ટિપ્સઃ તમે ઘરમાં નાનું પારો શિવલિંગ રાખી શકો છો, તેનાથી વાસ્તુ દોષ દૂર થાય છે.

મહાશિવરાત્રી 08 માર્ચ, શુક્રવારે છે. મહાશિવરાત્રીનો આ તહેવાર ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ આવે છે. મહાશિવરાત્રી વિશે કહેવાય છે કે આ દિવસે ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. આ દિવસે પારદ શિવલિંગની પૂજા કરવાનું મહત્વ ઘણું વધારે છે. એવું માનવામાં આવે છે કે શિવરાત્રી પર...