Homeરસોઈઆવી ગઈ સુરતી ઊંધિયું...

આવી ગઈ સુરતી ઊંધિયું બનાવવાની સિઝન, આ રહી રેસિપી

ઉત્તરાયણ આવે અને ઊંધિયુંની યાદ આવે નહીં એવું બને જ નહીં. એમાય સુરતી સ્ટાઈલમાં ઊંધિયું હોય તો પુછવું જ શું. રોટલી, પરાઠા અને પુરી સાથે આ ઊંધિયું ખાવાની જેટલી મજા આવે એટલી જ એકલું ઊંધિયું ખાવાની મજા આવે છે.

મકરસંક્રાંતિના આ તહેવાર પર મોટા ભાગના લોકો બજારમાંથી તૈયાર સુરતી ઊંધિયું લાવતા હોય છે. પંરતુ ગુજરાતી જાગરણ આજે તમને અહીં જણાવશે કે ઘરે તેને સરળતાથી કેવી રીતે બનાવી શકાય.

એ પણ બજાર જેવુંજ. તો ચાલો ફટાફટ જાણી લઈએ કે સુરતી ઊંધિયું કઈ રીતે બનાવવું.

મુઠિયા કે ગોળીઓ માટે જરૂરી સામગ્રી

ઘઉનો લોટ,
ઘઉંનો કરકરો લોટ,
ચણાનો લોટ,
થોડું મીઠું,
થોડી વરિયાળી,
અજમો,
હળદર,
સફેદ તલ,
આદુ-લસણ- મરચાની પેસ્ટ,
બે ચમચી તેલ
લીંબુનો રસ,
બે ચમચી ખાંડ,
બે કપ લીલી સમારેલી મેથી,
થોડા ધાણા.
મુઠીયા બનાવવાની રીત
એક કપ બાઉલમાં અડધો કપ ઘઉંનો લોટ, થોડો ઘઉનો કરકરો લોટ, અડધો કપ ચણાનો લોટ, થોડું મીઠું, થોડી વરિયાળી, અજમો, હળદર, સફેદ તલ, આદુ-લસણ- મરચાની પેસ્ટ, બે ચમચી તેલ અને લીંબુનો રસ, બે ચમચી ખાંડ, બે કપ લીલી સમારેલી મેથી, થોડા ધાણા પછી બધી સામગ્રી બરાબર મિક્સ કરો પછી તેમાં લાલ ચટણી, ઘાણાજીરું અને ગરમ મસાલો ઉમેરો. યોગ્ય રીતે મિક્સ કરી તેમાં થોડું પાણી ઉમેરી લોટ બાંધો. પછી થોડી તેલ ઉમેરી પછી એક સરખા નાના નાના બોલ બનાવી લો. પછી તેલ ગરમ કરી તેને તળી લો. ગોલ્ડન થઈ જાય ત્યાં સુધી તળી લો.

ઊંધિયા માટે જરૂરી સામગ્રી

રીંગણ (એકદમ નાની સાઈઝના ચારથી પાંચ)
બટાકા,
રતાળુ ગાજર,
શક્કરરિયું,
સુરતી પાપડી,
શિંગદાણા,
તલ,
આદુ,
લીલી મારચા,
લસણ લીલું,
ખાંડ,
મીઠું,
કોપરું,
કોથમરી,
ગરમ મસાલો,
તેલ,
જીરુ,
અજમો,
હિંગ,
ખાવાના સોડા.
બનાવવાની રીત

નાના રિંગણને ભરાઈ એ રીતે ચાર કાપા કરી લઈશું.
બટાકાની છાલ ઉતારી મિડિયમ કટકા કરી લઈશું.
રતાળુ પણ કાપી લઈશું.
શક્કરિયાને શાકમાં ઉમેરવાને બદલે કટકા કરી તળી લેવા જેથી તેનો ટેસ્ટ આવે.
ઊંઘિયાના મસાલા માટે મિક્સરમાં શિંગદાણા ક્રશ કરી લઈશું. પછી તેમા તલ, આદુ-મરચા- લસણની પેસ્ટ ઉમેરવું, પછી તેમાં ખાંડ અને મીઠું ઉમેરવું.
શુકુ કોપરું ઉમેરવું, લીલા સમારેલા ધાણા, બધુ મિક્સ કરી દો. ગરમ મસાલો ઉમેરી શકો છો.
પછી આ મસાલાથી રિંગણને ભરી લઈશું. બાકીનો મલાસો શાકમાં વાપરીશું.
હવે કુંકરમાં તેલ મૂકીશું. તેમા જીરું, અજમો, હિંગ, ચપટી ખાવાનો સોડા ઉમેરીશું. પછી પાપડી (પાપડી દાણા નિકળે એમ હોય તેના દાણા કાઢી લઈશું), તુવેરના દાણઆ ઉમેરીશું. પછી બધુ મિક્સ કરી દો.
ત્રણેક મિનિટ મિડિયમ ગેસ પર પકાવો. પછી તેમા મીઠું ઉમેરો. પછી તેમા ઊંઘિયાનો મસાલો ઉમેરીશું જે રીંગણ ભરાતા વધ્યો હતો તે તમામ અહીં ઉમેરી દઈશું.
પછી રતાળુ બટાકા ઉમેરી મિક્સ કરો.
પછી ભરેલા રિંગણ મૂકો, પછી તેમા થોડું પાણી ઉમેરી કુકર બંધ કરો.
અને ત્રણ સિટી વગાડો.
તમારું ઊંધિયું સરસ બફાઈ ગયું છે. હવે તેનો ફરી વઘાર કરુશું.
એક પેનમાં ત્રણ ચમચી તેલ મૂકી તેમા લીલું લસણ સાતળો પછી તેમાં બફાયેલું ઊંધિયું ઉમેરો.
પછી તેમાં તળેલા શક્કરિયા અને મૂઠિયા ઉમેરો પછી ધાણા ઉમેરી બધુ મિક્સ કરો. પછી બે મિનિટ પકાવો. હવે તૈયાર છે તમારું સુરતી ઊંધિયું.

Most Popular

More from Author

લે એ પણ સારા ચેનલ છે.🤪😜😝🤣😂

સંજૂ – પપ્પા મને એક છોકરી પસંદ પડી છે.હું તેની સાથે...

અને હવે તે મને નહિ છોડે.😅😝😂😜

પતિએ પોતાની ઈચ્છા પૂરી કરવાકૂવામાં સિક્કો નાખ્યો,પછી તેની પત્ની સિક્કો નાખવા...

ત્યારે થોડી-થોડી દેખાઈ.😅😝😂😜🤣

મોટી બહેન (નાની બહેનને) : બહેન,આ સોનાનો હાર બહુ સરસ છે,કેટલાનો...

આ ઘડિયાળ થોડું મોડું જ છે !🤪😜😝🤣

એક બુદ્ધિના બેલને નોકરી મળી ગઈ.પહેલા જ દિવસેએ મોડી રાત સુધી...

Read Now

લે એ પણ સારા ચેનલ છે.🤪😜😝🤣😂

સંજૂ – પપ્પા મને એક છોકરી પસંદ પડી છે.હું તેની સાથે લગ્ન કરવા માંગુ છુ.. પપ્પા – શુ એ પણ તને પસંદ કરે છે ? સંજુ – હા પપ્પા પપ્પા – જે છોકરીની પસંદ આવી હોય તેનેહું મારા ઘરની વહુ નથી બનાવી શકતો🤪😜😝🤣😂😅 પીયર ગઈ પત્ની ફોન પર-તમારા વગર જી નહી...

શાહિદ કપૂરે દીકરી માટે સિગારેટ છોડી

બોલિવુડના ચોકલેટી બોય કહેવાતા એક્ટર શાહિદ કપૂર તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મને લઈને ચર્ચામાં છે. એક ઈવેન્ટમાં બોલતા શાહિદ કપૂરે ઘણી વાતોનો ખુલાસો કર્યો છે. તેણે તેની પુત્રી માટે કંઈક એવું છોડી દીધું જે જલદી છોડી શકાય નહીં. શાહિદ કપૂર હાલમાં તેની ફિલ્મ 'તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા...

અને હવે તે મને નહિ છોડે.😅😝😂😜

પતિએ પોતાની ઈચ્છા પૂરી કરવાકૂવામાં સિક્કો નાખ્યો,પછી તેની પત્ની સિક્કો નાખવા ગઈ કેતરત જ તે લપસીને કૂવામાં પડી ગઈ.આ જોઈને,પતિની આંખમાં આંસુ આવી ગયા.તે ઉપર જોઈને બોલ્યો : હે ભગવાન,આટલું જલ્દી રીઝલ્ટ.😅😝😂😜🤣🤪 રમેશ ગભરાઈને પોલીસ સ્ટેશન જઈ રહ્યો હતો.સુરેશ : અરે આ રીતે ટેન્શનમાં ક્યાં જઈ રહ્યો છે?રમેશ...