Homeક્રિકેટરોહિત પાસે બીજી ટેસ્ટમાં...

રોહિત પાસે બીજી ટેસ્ટમાં ઇતિહાસ રચવાની તક, ધોનીનો રેકૉર્ડ તોડી શકે છે

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે સિરીઝની બીજી અને અંતિમ ટેસ્ટ-મૅચ કેપટાઉનમાં આજે રમાશે. પહેલી ટેસ્ટ-મૅચમાં ભારતની એક ઇનિંગ્સ અને ૩૨ રનથી કારમી હાર થઈ હતી. હવે સિરીઝની હારથી બચવા માટે કેપટાઉનના મેદાન પર ટીમ ઇન્ડિયા ઊતરશે. પહેલી ટેસ્ટ-મૅચમાં કે. એલ. રાહુલ અને વિરાટ કોહલીએ શાનદાર બૅટિંગ કરી હતી. તેમને બાદ કરતાં એક પણ બૅટર ચાલ્યો નહોતો.

કેપટાઉનમાં બીજી અને શ્રેણીની અંતિમ ટેસ્ટ-મૅચ ભારતીય સમય પ્રમાણે બપોરે બે વાગ્યે શરૂ થશે. જોકે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે મૅચમાં પહેલા ૩ દિવસ વરસાદની કોઈ સંભાવના નથી, જ્યારે મૅચના ચોથા અને પાંચમા દિવસે વરસાદ મૅચની મજા બગાડી શકે છે. જોકે આ વચ્ચે સુકાની રોહિત શર્મા અનેક રેકૉર્ડ તોડી શકે છે.

રોહિત શર્મા કેપટાઉનમાં ધોનીનો રેકૉર્ડ તોડી શકે છે
સુકાની રોહિત શર્મા મહેન્દ્ર સિંહ ધોનીનો રેકૉર્ડ તોડી શકે છે. જો તે બીજી ટેસ્ટમાં બે છગ્ગા ફટકારે તો તે ધોનીનો રેકૉર્ડ તોડી દેશે. હાલ ટેસ્ટ-મૅચમાં ભારત તરફથી સૌથી વધુ છગ્ગા લગાવવાનો રેકૉર્ડ સેહવાગના નામે છે. વીરેન્દ્ર સેહવાગે ટેસ્ટ-મૅચમાં કુલ ૯૦ છગ્ગા લગાવ્યા છે, તો બીજા સ્થાને ધોની છે, તેણે ટેસ્ટમાં કુલ ૭૮ છગ્ગા લગાવ્યા છે, તો ત્રીજા સ્થાને રોહિત શર્મા આવે છે, તેણે ટેસ્ટમાં અત્યાર સુધી ૭૭ છગ્ગા લગાવ્યા છે.

રોહિતે ગિલના નંબર ૩ પર બૅટિંગને લઈને આપ્યો જવાબ
બીજી ટેસ્ટ પહેલાં પ્રેસ કૉન્ફરન્સમાં ગિલના નંબર ૩ પર બૅટિંગને લઈને પૂછવામાં આવેલા પ્રશ્નનો રોહિત શર્માએ જવાબ આપ્યો કે ‘જો ઓપનર પહેલા બૉલમાં આઉટ થઈ જાય છે તો ૩ નંબરના બૅટ્સમૅને ત્યાં જ આવીને બૅટિંગ કરવાની હોય છે અને જો ઓપનર ઈજાગ્રસ્ત થઈ જાય છે તો ૩ નંબરના બૅટ્સમૅને એ જ સ્થાન પર પોતાની ઓપનિંગની ભૂમિકા નિભાવવાની હોય છે. ગિલ ઘણો સમજદાર બૅટ્સમૅન છે અને તે રમતને સારી રીતે જાણે છે. ગિલ ૩ નંબર પર પહેલાં પણ રમી ચૂક્યો છે.

ટેસ્ટ ક્રિકેટ મારા માટે સૌથી મોટો પડકાર : રોહિત
ટેસ્ટ ક્રિકેટને લઈને રોહિતે કહ્યું કે ‘ઇમાનદારીથી કહું તો મારા માટે ટેસ્ટ ક્રિકેટ સૌથી મોટો પડકાર છે. તમે આ ફૉર્મેટમાં સર્વશ્રેષ્ઠ ખેલાડીઓને રમતા જોવા માગશો. દરેકને પોતપોતાની સમસ્યા હોય છે.

કેપટાઉનમાં વિરાટ કોહલીનો કેવો રહ્યો છે રેકૉર્ડ
કેપટાઉનમાં વિરાટ કોહલીએ અત્યાર સુધી બે ટેસ્ટ મૅચ રમી છે, જેમાં તેણે કુલ ૧૪૧ રન બનાવ્યા છે. કોહલીએ જાન્યુઆરી ૨૦૨૨માં કેપટાઉનમાં ૨૦૧ બૉલમાં ૭૯ રનની ઇનિંગ્સ રમી હતી. તો ત્રણ વાર તે ૩૦ રનના સ્કોરની નીચે રહ્યો છે. ૨૦૨૨માં કેપટાઉનમાં રબાડા અને એન્ગિડીએ આઉટ કર્યો હતો.

Most Popular

More from Author

બીમાર પત્નીને પતિએ હોસ્પિટલમાં દાખલ કરાવી. 😅😝😂😜🤣🤪

મૃત્યુ પછી બે આત્માઓ એકબીજા સાથેવાત કરી રહી હતી.પહેલી આત્મા (બીજીને),આત્મહત્યાના...

જમાઈ : એવું સાંભળીને સારું લાગે છે,એટલા માટે.😅😝😂😜🤣🤪

પપ્પુ ઈજાગ્રસ્ત હાલતમાં પોલીસ સ્ટેશન પહોચ્યો.હવાલદાર : શું થયું ?પપ્પુ :...

હેપ્પી બર્થડે સમસ્યા😅😝😂

છોકરી : જ્યારે વાદળો ગર્જના કરે છે,ત્યારે તારી ખુબ યાદ આવે...

મને પરફેક્ટ આવી જાય છે.😅😝😂😜

કાકા અને કાકી પહેલી વખત ટ્રેનમાંમુસાફરી કરી રહ્યા હતા.થોડી વાર પછી...

Read Now

બીમાર પત્નીને પતિએ હોસ્પિટલમાં દાખલ કરાવી. 😅😝😂😜🤣🤪

મૃત્યુ પછી બે આત્માઓ એકબીજા સાથેવાત કરી રહી હતી.પહેલી આત્મા (બીજીને),આત્મહત્યાના બે પ્રકાર હોય છે.પહેલો ઝડપી અને સરળ,ગળામાં દોરડું મૂકી અને પંખા સાથે લટકી જવું.અને બીજો ધીમો અને પીડાદાયક,ગળામાં વરમાળા પહેરો અનેઆખી જિંદગી લટકતા રહો.😅😝😂😜😂😜 બીમાર પત્નીને પતિએ હોસ્પિટલમાંદાખલ કરાવી. ડોક્ટરે પતિને પૂછ્યું : શું તમારું અનેતમારી પત્નીનું બ્લડ...

મહાશિવરાત્રી વાસ્તુ ટિપ્સઃ તમે ઘરમાં નાનું પારો શિવલિંગ રાખી શકો છો, તેનાથી વાસ્તુ દોષ દૂર થાય છે.

મહાશિવરાત્રી 08 માર્ચ, શુક્રવારે છે. મહાશિવરાત્રીનો આ તહેવાર ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ આવે છે. મહાશિવરાત્રી વિશે કહેવાય છે કે આ દિવસે ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. આ દિવસે પારદ શિવલિંગની પૂજા કરવાનું મહત્વ ઘણું વધારે છે. એવું માનવામાં આવે છે કે શિવરાત્રી પર...

જમાઈ : એવું સાંભળીને સારું લાગે છે,એટલા માટે.😅😝😂😜🤣🤪

પપ્પુ ઈજાગ્રસ્ત હાલતમાં પોલીસ સ્ટેશન પહોચ્યો.હવાલદાર : શું થયું ?પપ્પુ : પત્નીએ માર્યો.હવાલદાર : કેમ?પપ્પુ : એની મમ્મી પપ્પા અમારા ઘેર આવ્યા,તો તેણે મને કહ્યું કે,બહારથી તેમના માટે કાંઈ લઇ આવો.હવાલદાર : તો?પપ્પુ : હું ટેક્સી લઇ આવ્યો.😅😝😂😜🤣🤪 પતિ પોતાની નારાજ પત્નીને મનાવવા માટેરોજ સાસરિયામાં ફોન કરે છે..એક...