Homeક્રિકેટઆફ્રિકા સામે બીજી ટેસ્ટમાં...

આફ્રિકા સામે બીજી ટેસ્ટમાં જાડેજા રમી શકે, પ્રેક્ટિસ કરી

કેપટાઉન ટેસ્ટમાં આવેશ ખાનનો ભારતીય ટીમમાં સમાવેશ કરાયો

દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ ટેસ્ટમાં કારમા પરાજયનો સામનો કરનાર ભારતીય ટીમ માટે રાહતના સમાચાર છે. ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ફિટ થતા 3જી જાન્યુઆરીથી આફ્રિકા વિરુદ્ધ બીજી ટેસ્ટમાં રમે તેવી શક્યતા છે. આ ઉપરાંત બીજી ટેસ્ટ માટે ભારતીય ટીમમાં ઝડપી બોલર આવેશ ખાનનો સમાવેશ કરવામાં આવ્યો છે.

શમીના સ્થાને આવેશ ખાનને તક આપવામાં આવી છે. શમીનો અગાઉ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં સમાવેશ કરાયો હતો પરંતુ તેને બીસીસીઆઈની મેડિકલ ટીમે ફિટ જાહેર કર્યો નહતો.

જાડેજાને પીઠમાં દુઃખાવાને પગલે તેણે પ્રથમ ટેસ્ટ ગુમાવી હતી. ભારતીય ટીમનો પ્રથમ ટેસ્ટમાં ત્રણ દિવસમાં જ ઈનિંગ્સ અને 32 રને પરાજય થયો હતો. લોઅર મિડલ ઓર્ડરમાં ઓલરાઉન્ડર જાડેજાની ખોટ વર્તાઈ હતી. પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસની રમત અગાઉ રવિન્દ્ર જાડેજાએ પ્રેક્ટિસનો પ્રારંભ કર્યો હતો અને તે બિલકુલ સ્વસ્થ જણાયો હતો. જાડેજાએ સવારમાં ટીમ સાથે અનેક વખતે 30થી 40 મીટરની ટૂંકી દોડ લગાવી હતી અને હળવો વ્યાયામ પણ કર્યો હતો. સેન્ચુરિયન ટેસ્ટના ત્રીજા દિવસે લંચ બ્રેક દરમિયાન જાડેજાએ બોલિંગ અભ્યાસ પણ કર્યો હતો. જાડેજાએ રિઝર્વ બોલર મુકેશ કુમાર સાથે 20 મિનિટ બોલિંગ કરી હતી અને ટીમના સ્ટ્રેન્થ અને કંડિશનિંગ કોચ રજનિકાંતે તેના પર નજર રાખી હતી. જાડેજા ટૂંકા રન અપ સાથે મોટાભાગે સ્પોટ બોલિંગ કરતો નજરે પડ્યો હતો. જાડેજા આ સત્ર દરમિયાન સંપૂર્ણ ફિટ જણાયો હતો અને તે બીજી ટેસ્ટમાં રમે તેવી સંભાવના છે. જાડેજા ટેસ્ટ બોલિંગમાં ભલે વધુ ઘાતક સાબિત થયો ના હોય પરંતુ તે સાતમાં અથવા આઠમાં ક્રમે બેટિંગમાં નોંધપાત્ર રન કરી શકે છે.

Most Popular

More from Author

જમાઈ : એવું સાંભળીને સારું લાગે છે,એટલા માટે.😅😝😂😜🤣🤪

પપ્પુ ઈજાગ્રસ્ત હાલતમાં પોલીસ સ્ટેશન પહોચ્યો.હવાલદાર : શું થયું ?પપ્પુ :...

હેપ્પી બર્થડે સમસ્યા😅😝😂

છોકરી : જ્યારે વાદળો ગર્જના કરે છે,ત્યારે તારી ખુબ યાદ આવે...

મને પરફેક્ટ આવી જાય છે.😅😝😂😜

કાકા અને કાકી પહેલી વખત ટ્રેનમાંમુસાફરી કરી રહ્યા હતા.થોડી વાર પછી...

ઉપયોગ કરવાની આદત પડી ગઈ છે.😅😝😂

એક છોકરીએ ઘરવાળાઓના કહેવા પરછોકરાને જોયા વિના લગ્ન કરી લીધા.સુહાગરાત પર...

Read Now

મહાશિવરાત્રી વાસ્તુ ટિપ્સઃ તમે ઘરમાં નાનું પારો શિવલિંગ રાખી શકો છો, તેનાથી વાસ્તુ દોષ દૂર થાય છે.

મહાશિવરાત્રી 08 માર્ચ, શુક્રવારે છે. મહાશિવરાત્રીનો આ તહેવાર ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ આવે છે. મહાશિવરાત્રી વિશે કહેવાય છે કે આ દિવસે ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. આ દિવસે પારદ શિવલિંગની પૂજા કરવાનું મહત્વ ઘણું વધારે છે. એવું માનવામાં આવે છે કે શિવરાત્રી પર...

જમાઈ : એવું સાંભળીને સારું લાગે છે,એટલા માટે.😅😝😂😜🤣🤪

પપ્પુ ઈજાગ્રસ્ત હાલતમાં પોલીસ સ્ટેશન પહોચ્યો.હવાલદાર : શું થયું ?પપ્પુ : પત્નીએ માર્યો.હવાલદાર : કેમ?પપ્પુ : એની મમ્મી પપ્પા અમારા ઘેર આવ્યા,તો તેણે મને કહ્યું કે,બહારથી તેમના માટે કાંઈ લઇ આવો.હવાલદાર : તો?પપ્પુ : હું ટેક્સી લઇ આવ્યો.😅😝😂😜🤣🤪 પતિ પોતાની નારાજ પત્નીને મનાવવા માટેરોજ સાસરિયામાં ફોન કરે છે..એક...

જો તમે તમારા સવારના નાસ્તામાં કંઇક અલગ બનાવવા માંગો છો તો આ રીતે બનાવો બોટલમાં ચણાના લોટના ચીલા, જાણો તેને બનાવવાની રીત.

જો તમે એકસરખી વસ્તુઓ ખાવાથી કંટાળી ગયા હોવ અને કંઈક ટેસ્ટી ખાવા ઈચ્છતા હોવ તો તમે લૌકી બેસન ચીલા અજમાવી શકો છો. આ રેસીપી માત્ર ટેસ્ટી જ નથી પણ ખૂબ જ હેલ્ધી પણ છે. આપણે બધા જાણીએ છીએ કે પાલખી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ચણાના લોટ...