Homeક્રિકેટકિરોન પોલાર્ડ T20 વર્લ્ડકપમાં...

કિરોન પોલાર્ડ T20 વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડની કરશે મદદ, કોચિંગ સ્ટાફમાં નિભાવશે મહત્વપૂર્ણ જવાબદારી

  • T20 વર્લ્ડ કપ 2024ની યુએસએ અને વેસ્ટ ઈન્ડિઝ યજમાની કરશે
  • ઈંગ્લેન્ડે પોલાર્ડને ટીમના કોચિંગ સ્ટાફનો ભાગ બનાવવાની જાહેરાત કરી
  • પોલાર્ડ IPL 2023માં મુંબઈ ઈન્ડિયન્સ સાથે બેટિંગ કોચ તરીકે જોડાયો

ODI વર્લ્ડ કપ 2023નું ભારતની ધરતી પર સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. હવે T20 વર્લ્ડ કપ જૂન 2024માં આયોજિત થવાનો છે. યુએસએ અને વેસ્ટ ઈન્ડિઝ સંયુક્ત રીતે તેની યજમાની કરશે.

આ ટુર્નામેન્ટ માટે તમામ ટીમોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ પહેલા વર્લ્ડ ચેમ્પિયન ટીમે એક મોટી ચાલ ચાલીને કિરોન પોલાર્ડને પોતાની સાથે સામેલ કર્યો. પોલાર્ડ વેસ્ટ ઈન્ડિઝની ટીમનો ભાગ હતો જેણે 2012 અને 2016માં બે વખત T20 વર્લ્ડ કપ જીત્યો હતો. હવે T20 વર્લ્ડ કપ 2024 પહેલા ઈંગ્લેન્ડની ટીમે મોટો દાવ લગાવ્યો છે અને પોલાર્ડને ટીમના કોચિંગ સ્ટાફનો ભાગ બનાવવાની જાહેરાત કરી છે.

કિરોન પોલાર્ડ ઈંગ્લેન્ડના સ્ટાફનો ભાગ બનશે

ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ 24 ડિસેમ્બરે જાહેરાત કરી હતી કે કિરોન પોલાર્ડ આગામી T20 વર્લ્ડ કપ 2024 માટે ઈંગ્લેન્ડના કોચિંગ સ્ટાફનો ભાગ હશે. પોલાર્ડ ટીમમાં સહાયક કોચની ભૂમિકા ભજવશે. પોલાર્ડની વાત કરીએ તો તેની પાસે 600 T20 મેચનો અનુભવ છે. પોલાર્ડે વેસ્ટ ઈન્ડિઝ માટે 101 T20 ઈન્ટરનેશનલ મેચો રમીને 135થી ઉપરની સ્ટ્રાઈક રેટથી 1569 રન બનાવ્યા છે. આ ફોર્મેટમાં તેના નામે 42 વિકેટ પણ છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રથમ મોટી જવાબદારી

કિરોન પોલાર્ડ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ પહેલી મોટી જવાબદારી હશે. એપ્રિલ 2022 માં, તેણે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી. આઈપીએલમાં તે ગત સિઝનથી મુંબઈ ઈન્ડિયન્સ સાથે બેટિંગ કોચ તરીકે જોડાયેલો છે. હવે પોલાર્ડને વેસ્ટ ઈન્ડિઝની ધરતી પર યોજાનારી ટુર્નામેન્ટ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તાજેતરના વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર, વિશ્વ ચેમ્પિયન ટીમને T20 સિરીઝમાં 2-3થી હારનો સામનો કરવો પડ્યો હતો.

ઈંગ્લેન્ડને કેવી રીતે ફાયદો થશે?

કેરેબિયન ભૂમિ પર ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. ODI અને T20 સીરીઝ હાર્યા બાદ ટીમ ત્યાંથી પરત ફરી રહી છે. ગત વર્ષે ટીમ અહીં ટેસ્ટ શ્રેણી પણ હારી હતી. જે બાદ જો રૂટે રાજીનામું આપી દીધું હતું અને બેન સ્ટોક્સને ટીમની કમાન સોંપવામાં આવી હતી. તે જ સમયે, T20 વર્લ્ડ કપ 2022 પછી પણ ટીમનું પ્રદર્શન ખાસ રહ્યું નથી. ટીમ વર્લ્ડ કપ પછી એક પણ ટી-20 સિરીઝ જીતી શકી નથી. પહેલા ટીમ બાંગ્લાદેશ સામે 3-0થી જીતી હતી. ત્યારબાદ ન્યુઝીલેન્ડ સામેની શ્રેણી 2-2થી ડ્રો થઈ હતી. જે બાદ હવે ટીમ વેસ્ટ ઈન્ડિઝમાં સિરીઝ હારી ગઈ છે.

Most Popular

More from Author

લે એ પણ સારા ચેનલ છે.🤪😜😝🤣😂

સંજૂ – પપ્પા મને એક છોકરી પસંદ પડી છે.હું તેની સાથે...

અને હવે તે મને નહિ છોડે.😅😝😂😜

પતિએ પોતાની ઈચ્છા પૂરી કરવાકૂવામાં સિક્કો નાખ્યો,પછી તેની પત્ની સિક્કો નાખવા...

ત્યારે થોડી-થોડી દેખાઈ.😅😝😂😜🤣

મોટી બહેન (નાની બહેનને) : બહેન,આ સોનાનો હાર બહુ સરસ છે,કેટલાનો...

આ ઘડિયાળ થોડું મોડું જ છે !🤪😜😝🤣

એક બુદ્ધિના બેલને નોકરી મળી ગઈ.પહેલા જ દિવસેએ મોડી રાત સુધી...

Read Now

લે એ પણ સારા ચેનલ છે.🤪😜😝🤣😂

સંજૂ – પપ્પા મને એક છોકરી પસંદ પડી છે.હું તેની સાથે લગ્ન કરવા માંગુ છુ.. પપ્પા – શુ એ પણ તને પસંદ કરે છે ? સંજુ – હા પપ્પા પપ્પા – જે છોકરીની પસંદ આવી હોય તેનેહું મારા ઘરની વહુ નથી બનાવી શકતો🤪😜😝🤣😂😅 પીયર ગઈ પત્ની ફોન પર-તમારા વગર જી નહી...

શાહિદ કપૂરે દીકરી માટે સિગારેટ છોડી

બોલિવુડના ચોકલેટી બોય કહેવાતા એક્ટર શાહિદ કપૂર તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મને લઈને ચર્ચામાં છે. એક ઈવેન્ટમાં બોલતા શાહિદ કપૂરે ઘણી વાતોનો ખુલાસો કર્યો છે. તેણે તેની પુત્રી માટે કંઈક એવું છોડી દીધું જે જલદી છોડી શકાય નહીં. શાહિદ કપૂર હાલમાં તેની ફિલ્મ 'તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા...

અને હવે તે મને નહિ છોડે.😅😝😂😜

પતિએ પોતાની ઈચ્છા પૂરી કરવાકૂવામાં સિક્કો નાખ્યો,પછી તેની પત્ની સિક્કો નાખવા ગઈ કેતરત જ તે લપસીને કૂવામાં પડી ગઈ.આ જોઈને,પતિની આંખમાં આંસુ આવી ગયા.તે ઉપર જોઈને બોલ્યો : હે ભગવાન,આટલું જલ્દી રીઝલ્ટ.😅😝😂😜🤣🤪 રમેશ ગભરાઈને પોલીસ સ્ટેશન જઈ રહ્યો હતો.સુરેશ : અરે આ રીતે ટેન્શનમાં ક્યાં જઈ રહ્યો છે?રમેશ...