Homeક્રિકેટસ્ટાર્કને કેમ ૨૪.૭૫ કરોડ...

સ્ટાર્કને કેમ ૨૪.૭૫ કરોડ રૂપિયાના જૅકપૉટના ન્યુઝ સૌથી પહેલાં પત્ની પાસેથી મળ્યા?

મંગળવારે દુબઈમાં આઇપીએલના મિની પ્લેયર્સ-ઑક્શનમાં હાઇએસ્ટ-એવર ૨૪.૭૫ કરોડ રૂપિયાનો જૅકપૉટ (કલકત્તાના ફ્રૅન્ચાઇઝી પાસેથી) મેળવનાર ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્ક ઑસ્ટ્રેલિયામાં એ દિવસે ટીવી પર પોતાના નામે બોલાતી બોલીનું લાઇવ કવરેજ જોઈ રહ્યો હતો, પણ કલકત્તા નાઇટ રાઇડર્સના ફ્રૅન્ચાઇઝીએ તેને ૪.૪ મિલ્યન ડૉલર (પચીસ કરોડ રૂપિયા)ના રેકૉર્ડ-બ્રેક ભાવે ખરીદી લીધો હોવાના ગુડ ન્યુઝ સૌથી પહેલાં તેની પત્ની અલીઝા હીલી પાસેથી મળ્યા હતા.

મિચલ સ્ટાર્ક ૮ વર્ષ પછી પહેલી વાર આઇપીએલમાં રમશે. ૨૦૧૫થી ૨૦૨૩ દરમ્યાન તેણે કોઈ ને કોઈ ઈજાને કારણે આ ટુર્નામેન્ટમાં રમવાનું ટાળ્યું હતું.

ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વિકેટકીપર-બૅટર ઇયાન હીલીની ભત્રીજી અલીઝા હીલી ભારત સામેની એકમાત્ર ટેસ્ટ રમવા મુંબઈ આવી છે. તે ટીમની કૅપ્ટન અને વિકેટકીપર છે. મંગળવારે મુંબઈમાં જિમ્નેશ્યમમાં હતી એ દરમ્યાન તેણે લાઇવ ટેલિકાસ્ટમાં પતિ મિચલ સ્ટાર્કના નામે એક પછી એક મોટી બોલી લાગતી જોઈ હતી. ખાસ કરીને મુંબઈ, દિલ્હી, ગુજરાત અને બૅન્ગલોરની ટીમના પ્રતિનિધિઓ સાથેની હરીફાઈમાં કેકેઆરને ગૌતમ ગંભીર ઍન્ડ ટીમે સ્ટાર્ક અપાવ્યો હતો. કલકત્તાએ તેને ૨૪.૭૫ કરોડ રૂપિયાના ભાવે ડન કર્યો ત્યાં જ અલીઝા હીલીએ પતિ સ્ટાર્કને ફોન કર્યો હતો. ખુદ સ્ટાર્કે ગઈ કાલે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘અલીઝા મુંબઈમાં છે અને ત્યાં (દુબઈની ઇવેન્ટનું) લાઇવ કવરેજ અહીં ઑસ્ટ્રેલિયા કરતાં થોડું વહેલું આવતું હતું એટલે હું અલીઝા પાસેથી અપડેટ લેતો રહેતો હતો. અલીઝાએ ૨૪.૭૫ કરોડ રૂપિયાનો આંકડો મારા કરતાં થોડો વહેલો જોયો એટલે તેણે મને ન્યુઝ બ્રેક કર્યા.’

સ્ટાર્ક અત્યારે પાકિસ્તાન સામે ચાલી રહેલી ટેસ્ટ-સિરીઝ માટેની ઑસ્ટ્રેલિયન ટીમમાં છે. સ્ટાર્કે પ્રથમ ટેસ્ટમાં પાંચ વિકેટ લીધી હતી અને ઑસ્ટ્રેલિયાએ એ ટેસ્ટ ૩૬૦ રનથી જીતી લીધી હતી. બીજી ટેસ્ટ બૉક્સિંગ ડેએ (૨૬ ડિસેમ્બરે) શરૂ થશે.

Most Popular

More from Author

લે એ પણ સારા ચેનલ છે.🤪😜😝🤣😂

સંજૂ – પપ્પા મને એક છોકરી પસંદ પડી છે.હું તેની સાથે...

અને હવે તે મને નહિ છોડે.😅😝😂😜

પતિએ પોતાની ઈચ્છા પૂરી કરવાકૂવામાં સિક્કો નાખ્યો,પછી તેની પત્ની સિક્કો નાખવા...

ત્યારે થોડી-થોડી દેખાઈ.😅😝😂😜🤣

મોટી બહેન (નાની બહેનને) : બહેન,આ સોનાનો હાર બહુ સરસ છે,કેટલાનો...

આ ઘડિયાળ થોડું મોડું જ છે !🤪😜😝🤣

એક બુદ્ધિના બેલને નોકરી મળી ગઈ.પહેલા જ દિવસેએ મોડી રાત સુધી...

Read Now

લે એ પણ સારા ચેનલ છે.🤪😜😝🤣😂

સંજૂ – પપ્પા મને એક છોકરી પસંદ પડી છે.હું તેની સાથે લગ્ન કરવા માંગુ છુ.. પપ્પા – શુ એ પણ તને પસંદ કરે છે ? સંજુ – હા પપ્પા પપ્પા – જે છોકરીની પસંદ આવી હોય તેનેહું મારા ઘરની વહુ નથી બનાવી શકતો🤪😜😝🤣😂😅 પીયર ગઈ પત્ની ફોન પર-તમારા વગર જી નહી...

શાહિદ કપૂરે દીકરી માટે સિગારેટ છોડી

બોલિવુડના ચોકલેટી બોય કહેવાતા એક્ટર શાહિદ કપૂર તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મને લઈને ચર્ચામાં છે. એક ઈવેન્ટમાં બોલતા શાહિદ કપૂરે ઘણી વાતોનો ખુલાસો કર્યો છે. તેણે તેની પુત્રી માટે કંઈક એવું છોડી દીધું જે જલદી છોડી શકાય નહીં. શાહિદ કપૂર હાલમાં તેની ફિલ્મ 'તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા...

અને હવે તે મને નહિ છોડે.😅😝😂😜

પતિએ પોતાની ઈચ્છા પૂરી કરવાકૂવામાં સિક્કો નાખ્યો,પછી તેની પત્ની સિક્કો નાખવા ગઈ કેતરત જ તે લપસીને કૂવામાં પડી ગઈ.આ જોઈને,પતિની આંખમાં આંસુ આવી ગયા.તે ઉપર જોઈને બોલ્યો : હે ભગવાન,આટલું જલ્દી રીઝલ્ટ.😅😝😂😜🤣🤪 રમેશ ગભરાઈને પોલીસ સ્ટેશન જઈ રહ્યો હતો.સુરેશ : અરે આ રીતે ટેન્શનમાં ક્યાં જઈ રહ્યો છે?રમેશ...