Homeક્રિકેટઅમે તો માર્કરમની ટીમને...

અમે તો માર્કરમની ટીમને ૪૦૦ રન ન બનાવવા દેવાનો પ્લાન વિચારી રાખેલો : અર્શદીપ સિંહ

સાઉથ આફ્રિકામાં સૂર્યકુમાર યાદવના સુકાનમાં ભારતે ટી૨૦ સિરીઝ ૧-૧થી લેવલ કરાવી ત્યાર પછી ગઈ કાલે કે. એલ. રાહુલના નેતૃત્વમાં ભારતીય ટીમે સિરીઝની પ્રથમ વન-ડેમાં યજમાન ટીમને એની જ ધરતી પર સૌથી ખરાબ પરાજય ચખાડ્યો હતો. ભારતે ૨૦૦ બૉલ બાકી રાખીને ૮ વિકેટના માર્જિનથી વિજય મેળવ્યો હતો. સાઉથ આફ્રિકાએ બૅટિંગ લીધા પછી ફક્ત ૧૧૬ રન બનાવ્યા બાદ ભારતે ૧૬.૪ ઓવરમાં બે વિકેટે ૧૧૭ રન બનાવી લીધા હતા.

સૌથી વધુ બૉલ બાકી રહેતાં પરાજય જોવો પડ્યો હોય એવી મૅચોમાં સાઉથ આફ્રિકાની આ બીજા નંબરની ખરાબ હાર છે. ૨૦૦૮માં ઇંગ્લૅન્ડે ૨૧૫ બૉલ બાકી રાખીને એને હરાવ્યું હતું.

૧૧૬ રન ઘરઆંગણે સાઉથ આફ્રિકાનો લોએસ્ટ સ્કોર છે. તેમનો અગાઉનો સૌથી નીચો સ્કોર ૧૧૮ રન હતો, જે ૨૦૧૮માં ભારત સામે જ હતો.અર્શદીપ સિંહ (૧૦-૦-૩૭-૫) મૅન ઑફ ધ મૅચ હતો. આવેશ ખાન (૮-૩-૨૭-૪) પણ મૅચનો હીરો હતો. સાઉથ આફ્રિકાએ બૅટિંગ લીધા બાદ મૅચની બીજી ઓવર અર્શદીપે કરી હતી જેના બે બૉલમાં તેણે ઓપનર રીઝા હેન્ડ્રિક્સ (૦) અને વનડાઉન બૅટર રૅસી વૅન ડર ડુસેન (૦)ને આઉટ કરીને શરૂઆતમાં જ સાઉથ આફ્રિકાની નૌકાના સઢમાં ગાબડાં પાડી દીધાં હતાં. ત્યાર બાદ અર્શદીપે એઇડન માર્કરમની ટીમને વધુ બે આંચકા અનુક્રમે ૪૨ અને બાવનના કુલ સ્કોર પર આપ્યા હતા. ત્યારે તેણે ઓપનર ટૉની ડી ઝોર્ઝી (૨૮) અને હિન્રિચ ક્લાસેન (૬)ને આઉટ કરીને સાઉથ આફ્રિકા માટે ૧૦૦ રન બનાવવાનું પણ મુશ્કેલ કરી નાખ્યું હતું. બાવનના જ ટીમ-સ્કોર પર આવેશ ખાન ત્રાટક્યો હતો, જેણે બે બૉલમાં માર્કરમ (૧૨) અને મુલ્ડર (૦)ની વિકેટ લીધી હતી. ડેવિડ મિલર (૨)ની બહુમૂલ્ય વિકેટ પણ આવેશ ખાને લીધી હતી. ટીમમાં સૌથી વધુ ૩૩ રન બનાવનાર ફેહલુકવાયોને અર્શદીપે પોતાની પાંચમી વિકેટના રૂપમાં આઉટ કર્યો હતો.

1
અર્શદીપ સિંહ સાઉથ આફ્રિકા સામે વન-ડેમાં પાંચ વિકેટ લેનાર ભારતનો આટલામો પેસ બોલર છે.

અર્શદીપ સિંહ વન-ડે કરીઅરની આ ચોથી મૅચમાં પહેલી વખત વિકેટ લેવામાં સફળ રહ્યો અને તેણે સીધો પાંચ વિકેટનો તરખાટ મચાવ્યો હતો. તેણે મૅચ પછી કહ્યું હતું કે ‘શનિવારે રાતે ડિનર દરમ્યાન મેં અક્ષર પટેલ અને આવેશ ખાનને કહ્યું હતું કે આપણી ટીમે સાઉથ આફ્રિકાને ૪૦૦ રનની અંદર સીમિત રાખવા પડશે, કારણ કે તેઓ જ્યારે પણ પિન્ક ડ્રેસ પહેરીને રમે છે ત્યારે કોઈના પણ કાબૂમાં નથી રહેતા અને સિક્સર પર સિક્સર ફટકારતા હોય છે. જોકે મૅચમાં અમે પિચમાંથી મળતી મદદ પરથી અને એમાંના ભેજને ધ્યાનમાં લેતાં નક્કી કરી લીધું કે હવે સાઉથ આફ્રિકાની ટીમ સસ્તામાં આઉટ થઈ શકશે.’ માર્કરમની ટીમ શરૂઆતથી જ ખરાબ રમી અને ફક્ત ૧૧૬ રન બનાવી શકી હતી. ભારત (૧૧૭/૨)ને ૧૭ ઓવરની અંદર જ લક્ષ્‍યાંક અપાવવામાં સાઇ સુદર્શન (પંચાવન અણનમ, ૪૩ બૉલ, ૯ ફોર) અને નેયસ ઐયર (બાવન રન, ૪૫ બૉલ, એક સિક્સર, છ ફોર)ના સૌથી મોટા યોગદાન હતા.બીજી વન-ડે આવતી કાલે (સાંજે ૪.૩૦ વાગ્યાથી લાઇવ) ગેબેખામાં રમાશે.

1
અર્શદીપ સિંહે વન-ડે ક્રિકેટમાં ગઈ કાલે આટલામી વખત વિકેટ લીધી હતી. તેની આ ચોથી મૅચ હતી. અગાઉની ત્રણમાંથી બે મૅચમાં તેને વિકેટ નહોતી મળી અને એક મૅચ અનિર્ણીત રહી હતી.

Most Popular

More from Author

બીમાર પત્નીને પતિએ હોસ્પિટલમાં દાખલ કરાવી. 😅😝😂😜🤣🤪

મૃત્યુ પછી બે આત્માઓ એકબીજા સાથેવાત કરી રહી હતી.પહેલી આત્મા (બીજીને),આત્મહત્યાના...

જમાઈ : એવું સાંભળીને સારું લાગે છે,એટલા માટે.😅😝😂😜🤣🤪

પપ્પુ ઈજાગ્રસ્ત હાલતમાં પોલીસ સ્ટેશન પહોચ્યો.હવાલદાર : શું થયું ?પપ્પુ :...

હેપ્પી બર્થડે સમસ્યા😅😝😂

છોકરી : જ્યારે વાદળો ગર્જના કરે છે,ત્યારે તારી ખુબ યાદ આવે...

મને પરફેક્ટ આવી જાય છે.😅😝😂😜

કાકા અને કાકી પહેલી વખત ટ્રેનમાંમુસાફરી કરી રહ્યા હતા.થોડી વાર પછી...

Read Now

મીઠાઈવાળાની દુકાન જેવી મલાઈદાર રબડી હવે ઘરે જ બનાવો, આ રહી એકદમ પરફેક્ટ રેસિપી

જો ઉતાવળમાં કોઈ મીઠાઈ બનાવવી હોય અને કંઈ સમજ ન પડે તો ફટાફટ તૈયાર થઈ જતી દૂધની વાનગી રબડી બનાવો. રબડી બનાવવામાં સરળ છે અને સ્વાદ પણ અદ્દભુત છે. રબડી બનાવવામાં 15-30 મિનિટનો સમય લાગશે અને ખાવાની પણ મજા પડી જશે. આજે આ આર્ટિકલમાં અમે તમને પરફેક્ટ...

બીમાર પત્નીને પતિએ હોસ્પિટલમાં દાખલ કરાવી. 😅😝😂😜🤣🤪

મૃત્યુ પછી બે આત્માઓ એકબીજા સાથેવાત કરી રહી હતી.પહેલી આત્મા (બીજીને),આત્મહત્યાના બે પ્રકાર હોય છે.પહેલો ઝડપી અને સરળ,ગળામાં દોરડું મૂકી અને પંખા સાથે લટકી જવું.અને બીજો ધીમો અને પીડાદાયક,ગળામાં વરમાળા પહેરો અનેઆખી જિંદગી લટકતા રહો.😅😝😂😜😂😜 બીમાર પત્નીને પતિએ હોસ્પિટલમાંદાખલ કરાવી. ડોક્ટરે પતિને પૂછ્યું : શું તમારું અનેતમારી પત્નીનું બ્લડ...

મહાશિવરાત્રી વાસ્તુ ટિપ્સઃ તમે ઘરમાં નાનું પારો શિવલિંગ રાખી શકો છો, તેનાથી વાસ્તુ દોષ દૂર થાય છે.

મહાશિવરાત્રી 08 માર્ચ, શુક્રવારે છે. મહાશિવરાત્રીનો આ તહેવાર ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ આવે છે. મહાશિવરાત્રી વિશે કહેવાય છે કે આ દિવસે ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. આ દિવસે પારદ શિવલિંગની પૂજા કરવાનું મહત્વ ઘણું વધારે છે. એવું માનવામાં આવે છે કે શિવરાત્રી પર...