Homeક્રિકેટજાડેજાની બોલિંગમાં આઉટ હતો...

જાડેજાની બોલિંગમાં આઉટ હતો ડેવિડ મિલર પણ DRS અવેલેબલ ન હોવાથી ભારતને ન મળી ટેક્નોલોજિની મદદ, જડ્ડુ અને દ્રવિડ બરાબરના અકળાયા

ભારતે સાઉથ આફ્રિકાને ત્રણ T20 શ્રેણીની અંતિમ મેચમાં 106 રને જીત મેળવીને શ્રેણી 1-1થી બરાબર કરી લીધી છે. 202 રનનો પીછો કરતાં પ્રોટિયાસ 13.5 ઓવરમાં 95 રનમાં ઓલઆઉટ થયું હતું. ભારતે ભલે આ મેચ સરળતાથી જીતી હોય પરંતુ એક નિર્ણય જે ભારતના ફેવરમાં નહોતો ગયો, તેણે તમામનું ધ્યાન ખેંચ્યુ છે.

ચાલો જાણીએ મેચમાં એવું તો શું થયું કે, ભારતનો સ્ટેન્ડ-ઈન કેપ્ટન રવિન્દ્ર જાડેજા અને હેડ કોચ રાહુલ દ્રવિડ બરાબરના અકળાઈ ગયા હતા.

DRS કામ નહોતું કરી રહ્યું
રનચેઝમાં સાઉથ આફ્રિકાની સાતમી ઇનિંગ્સ પછી બંને ટીમને જાણ કરવામાં આવી હતી કે, ડિસિઝન રિવ્યૂ સિસ્ટમ (DRS) હાલમાં અવેલેબલ નથી અને આગામી જાણકારી સુધી તેનો ઉપયોગ થઈ શકશે નહીં. આ પાછળનું કારણ એ હતું કે, લોકલ બ્રોડકાસ્ટર સુપરસપોર્ટ ટેક્નિકલ ગ્લિચનો સામનો કરી રહ્યું હતું, જેના લીધે DRSનો ઉપયોગ થઈ શકે એમ નહોતો. આની થોડી મિનિટોમાં જ ક્રિકેટ ફ્રેટર્નીટીને સમજાયું કે DRS કેમ જરૂરી છે.

જાડેજાને બોલિંગમાં આઉટ હતો ડેવિડ મિલર
ઇનિંગ્સની 9મી ઓવરમાં ડેવિડ મિલરે જાડેજાના પ્રથમ અને ત્રીજા બોલે ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતા. આ બાદ જાડેજાએ રાઉન્ડ ધ વિકેટની જગ્યાએ ઓવર ધ વિકેટથી બોલિંગ કરવાનું મન બનાવ્યું. તેનો બોલ સારી રીતે ટર્ન પણ થઈ રહ્યો હતો. જો કે, ડાબોડી જાડેજાની બોલિંગમાં લેફ્ટિ મિલર માટે બોલ અંદર આવી રહ્યો હતો અને તે સરળતાથી બોલને લેગ સાઈડમાં મારી રહ્યો હતો. તેવામાં ઓવર ધ વિકેટથી બોલિંગ કરવાનું મન બનાવનાર જાડેજાએ ફરીથી વિચાર બદલ્યો અને રાઉન્ડ ધ વિકેટ નાખવાનું જ જારી રાખ્યું.

નેક્સ્ટ બોલમાં જ બોલ અંદર આવવાની જગ્યાએ વિથ ધ એન્ગલ બહાર ગયો અને મિલરના બેટની એજ (કિનારી)ને કિસ કરીને વિકેટકીપર જીતેશ શર્માના ગ્લવ્સમાં સમાઈ ગયો. ભારતે અપીલ કરી પરંતુ અમ્પાયરે નોટઆઉટ આપ્યો. જાડેજાએ રિવ્યૂનું પૂછ્યું પરંતુ અમ્પાયરે કહ્યું કે, હાલ DRS ઉપલબ્ધ નથી. રિપ્લેમાં સ્પષ્ટ થયું કે, મિલર આઉટ હતો. આ જોઈને ડગઆઉટ હેડ કોચ રાહુલ દ્રવિડ અકળાઈ ગયો હતો. જ્યારે મેદાન પર જાડેજા માની નહોતો શકતો કે બેટ્સમેન ક્લિયરલી આઉટ હોવા છતાં રમી રહ્યો છે.

ખેર, મિલર આ જીવનદાનનો ફાયદો ઉઠાવી શક્યો નહોતો અને 35 રનના સ્કોરે કુલદીપ યાદવની બોલિંગમાં બોલ્ડ થયો હતો. જો કે, અન્ય કોઈ દિવસે આ રીતે ટેક્નોલોજિનું મિસમેનેજમેન્ટ કોઈ ટીમ માટે હાર અને જીત વચ્ચેનું અંતર પણ બની શકે છે. ત્યારે ક્રિકેટિંગ ફ્રેટર્નીટી લોકલ બ્રોડકાસ્ટર સુપરસપોર્ટની નિંદા કરી રહી છે અને તેને આ બાબતે વધુ સાવચેત રહેવાનું કહેવામાં આવી રહ્યું છે.

Most Popular

More from Author

લે એ પણ સારા ચેનલ છે.🤪😜😝🤣😂

સંજૂ – પપ્પા મને એક છોકરી પસંદ પડી છે.હું તેની સાથે...

અને હવે તે મને નહિ છોડે.😅😝😂😜

પતિએ પોતાની ઈચ્છા પૂરી કરવાકૂવામાં સિક્કો નાખ્યો,પછી તેની પત્ની સિક્કો નાખવા...

ત્યારે થોડી-થોડી દેખાઈ.😅😝😂😜🤣

મોટી બહેન (નાની બહેનને) : બહેન,આ સોનાનો હાર બહુ સરસ છે,કેટલાનો...

આ ઘડિયાળ થોડું મોડું જ છે !🤪😜😝🤣

એક બુદ્ધિના બેલને નોકરી મળી ગઈ.પહેલા જ દિવસેએ મોડી રાત સુધી...

Read Now

લે એ પણ સારા ચેનલ છે.🤪😜😝🤣😂

સંજૂ – પપ્પા મને એક છોકરી પસંદ પડી છે.હું તેની સાથે લગ્ન કરવા માંગુ છુ.. પપ્પા – શુ એ પણ તને પસંદ કરે છે ? સંજુ – હા પપ્પા પપ્પા – જે છોકરીની પસંદ આવી હોય તેનેહું મારા ઘરની વહુ નથી બનાવી શકતો🤪😜😝🤣😂😅 પીયર ગઈ પત્ની ફોન પર-તમારા વગર જી નહી...

શાહિદ કપૂરે દીકરી માટે સિગારેટ છોડી

બોલિવુડના ચોકલેટી બોય કહેવાતા એક્ટર શાહિદ કપૂર તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મને લઈને ચર્ચામાં છે. એક ઈવેન્ટમાં બોલતા શાહિદ કપૂરે ઘણી વાતોનો ખુલાસો કર્યો છે. તેણે તેની પુત્રી માટે કંઈક એવું છોડી દીધું જે જલદી છોડી શકાય નહીં. શાહિદ કપૂર હાલમાં તેની ફિલ્મ 'તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા...

અને હવે તે મને નહિ છોડે.😅😝😂😜

પતિએ પોતાની ઈચ્છા પૂરી કરવાકૂવામાં સિક્કો નાખ્યો,પછી તેની પત્ની સિક્કો નાખવા ગઈ કેતરત જ તે લપસીને કૂવામાં પડી ગઈ.આ જોઈને,પતિની આંખમાં આંસુ આવી ગયા.તે ઉપર જોઈને બોલ્યો : હે ભગવાન,આટલું જલ્દી રીઝલ્ટ.😅😝😂😜🤣🤪 રમેશ ગભરાઈને પોલીસ સ્ટેશન જઈ રહ્યો હતો.સુરેશ : અરે આ રીતે ટેન્શનમાં ક્યાં જઈ રહ્યો છે?રમેશ...