Homeક્રિકેટસૂર્યકુમારે ટી20માં શ્રેષ્ઠ બેટ્સમેન...

સૂર્યકુમારે ટી20માં શ્રેષ્ઠ બેટ્સમેન તરીકે સ્થાન મજબૂત કર્યું

આઈસીસી મેન્સ રેન્કિંગમાં સૂર્યકુમારના 865 રેટિંગ પોઈન્ટ્સ થયા

એજન્સી, દુબઈ

ભારતના 360 ડિગ્રી બેટ્સમેન તરીકે જાણીતા સૂર્યકુમાર યાદવે તાજેતરમાં જાહેર થયેલા ટી20 રેન્કિંગમાં પોતાનું પ્રથમ ક્રમનું સ્થાન વધુ મજબૂત કર્યું છે. દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટી20માં સૂર્યકુમાર યાદવે 36 બોલમાં ઝડપી 56 રનની ઈનિંગ્સ રમી હતી. આઈસીસી મેન્સ ટી20 રેન્કિંગમાં સૂર્યકુમાર યાદવ મોખરાના સ્થાને યથાવત્ છે.

આફ્રિકા સામેની બીજી ટી20માં અડધી સદી ફટકારતા તેને 10 રેટિંગ પોઈન્ટ્સનો લાભ થયો હતો અને કુલ રેટિંગ પોઈન્ટ્સ વધીને 865 થયા છે. જ્યારે બીજા ક્રમે પાકિસ્તાનનો મોહમ્મદ રિઝવાન છે જે 787 રેટિંગ પોઈન્ટ્સ ધરાવે છે. ત્યારબાદ દક્ષિણ આફ્રિકાનો એઈડન માર્કરમ (758) ત્રીજા ક્રમે છે. ટી20 વર્લ્ડ કપ શરૂ થવાના આડે હવે છ મહિનાનો જ સમય બાકી રહ્યો છે ત્યારે ભારતના સૂર્યકુમાર યાદવે ટી20માં શ્રેષ્ઠ બેટ્સમેન તરીકે તેની સ્થિતિ મજબૂત કરી છે. આ ઉપરાંત તાજેતરમાં ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે સૂર્યકુમારના નેતૃત્વમાં ભારતે ટી20 શ્રેણીમાં વિજય મેળવ્યો હતો. ભારતીય ટીમને ટી20 વર્લ્ડ કપ અગાઉ ફક્ત પાંચ જ આંતરરાષ્ટ્રીય મેચ રમવા મળશે. દક્ષિણ આફ્રિકા સામેની ટી20 શ્રેણી બાદ ભારત અફઘાનિસ્તાન સામે રમશે.સૂર્યકુમાર યાદવ ગત વર્ષના અંતે ઓસ્ટ્રેલિયામાં રમાયેલા ટી20 વર્લ્ડ કપમાં આ ફોરમેટમાં મોખરાનો બેટ્સમેન બન્યો હતો. તેનું શ્રેષ્ઠ ફોર્મ જોતા આગામી ટી20 વર્લ્ડ કપમાં પણ તે ટોચનો ક્રમ જાળવી રાખશે તેવી આશા છે.

આઈસીસી ટી20 રેન્કિંગમાં દ. આફ્રિકાનો બેટ્સમેન રીઝા હેન્ડ્રિક્સ એક સ્થાન આગળ વધીને આઠમાં ક્રમે રહ્યો છે. ભારતનો તિલક વર્મા 10 સ્થાનના ફાયદા સાથે 55માં તેમજ રિન્કુ સિંઘ 46 સ્થાનની છલાંગ લગાવીને 59માં ક્રમે પહોંચ્યો છે. ટી20 બોલર્સ રેન્કિંગમાં ભારતનો રવિ બિશ્નોઈ અને અફઘાનિસ્તાનનો સ્પિનર રાશિદ ખાન સંયુક્ત રીતે પ્રથમ ક્રમે રહ્યા છે. બંને 692 રેટિંગ પોઈન્ટ્સ ધરાવે છે. પ્રોટીઝ સ્પિનર તબરેઝ શમ્સી બે સ્થાનના સુધારા સાથે ટોપ 10માં પ્રવેશ મેળવવામાં સફળ રહ્યો હતો. ભારતનો કુલદીપ યાદવ પાંચ સ્થાનની આગેકૂચ સાથે 32માં ક્રમે હતો.

Most Popular

More from Author

બીમાર પત્નીને પતિએ હોસ્પિટલમાં દાખલ કરાવી. 😅😝😂😜🤣🤪

મૃત્યુ પછી બે આત્માઓ એકબીજા સાથેવાત કરી રહી હતી.પહેલી આત્મા (બીજીને),આત્મહત્યાના...

જમાઈ : એવું સાંભળીને સારું લાગે છે,એટલા માટે.😅😝😂😜🤣🤪

પપ્પુ ઈજાગ્રસ્ત હાલતમાં પોલીસ સ્ટેશન પહોચ્યો.હવાલદાર : શું થયું ?પપ્પુ :...

હેપ્પી બર્થડે સમસ્યા😅😝😂

છોકરી : જ્યારે વાદળો ગર્જના કરે છે,ત્યારે તારી ખુબ યાદ આવે...

મને પરફેક્ટ આવી જાય છે.😅😝😂😜

કાકા અને કાકી પહેલી વખત ટ્રેનમાંમુસાફરી કરી રહ્યા હતા.થોડી વાર પછી...

Read Now

બીમાર પત્નીને પતિએ હોસ્પિટલમાં દાખલ કરાવી. 😅😝😂😜🤣🤪

મૃત્યુ પછી બે આત્માઓ એકબીજા સાથેવાત કરી રહી હતી.પહેલી આત્મા (બીજીને),આત્મહત્યાના બે પ્રકાર હોય છે.પહેલો ઝડપી અને સરળ,ગળામાં દોરડું મૂકી અને પંખા સાથે લટકી જવું.અને બીજો ધીમો અને પીડાદાયક,ગળામાં વરમાળા પહેરો અનેઆખી જિંદગી લટકતા રહો.😅😝😂😜😂😜 બીમાર પત્નીને પતિએ હોસ્પિટલમાંદાખલ કરાવી. ડોક્ટરે પતિને પૂછ્યું : શું તમારું અનેતમારી પત્નીનું બ્લડ...

મહાશિવરાત્રી વાસ્તુ ટિપ્સઃ તમે ઘરમાં નાનું પારો શિવલિંગ રાખી શકો છો, તેનાથી વાસ્તુ દોષ દૂર થાય છે.

મહાશિવરાત્રી 08 માર્ચ, શુક્રવારે છે. મહાશિવરાત્રીનો આ તહેવાર ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ આવે છે. મહાશિવરાત્રી વિશે કહેવાય છે કે આ દિવસે ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. આ દિવસે પારદ શિવલિંગની પૂજા કરવાનું મહત્વ ઘણું વધારે છે. એવું માનવામાં આવે છે કે શિવરાત્રી પર...

જમાઈ : એવું સાંભળીને સારું લાગે છે,એટલા માટે.😅😝😂😜🤣🤪

પપ્પુ ઈજાગ્રસ્ત હાલતમાં પોલીસ સ્ટેશન પહોચ્યો.હવાલદાર : શું થયું ?પપ્પુ : પત્નીએ માર્યો.હવાલદાર : કેમ?પપ્પુ : એની મમ્મી પપ્પા અમારા ઘેર આવ્યા,તો તેણે મને કહ્યું કે,બહારથી તેમના માટે કાંઈ લઇ આવો.હવાલદાર : તો?પપ્પુ : હું ટેક્સી લઇ આવ્યો.😅😝😂😜🤣🤪 પતિ પોતાની નારાજ પત્નીને મનાવવા માટેરોજ સાસરિયામાં ફોન કરે છે..એક...