Homeક્રિકેટરાશિદને પછાડીને રવિ બિશ્નોઈ...

રાશિદને પછાડીને રવિ બિશ્નોઈ ટી20માં શ્રેષ્ઠ બોલર બન્યો

બિશ્નોઈ તાજેતરમાં ઓસી. સામેની શ્રેણીમાં મેન ઓફ ધ સિરીઝ બન્યો હતો

એજન્સી, દુબઈ

ભારતીય ટીમનો યુવા લેગ સ્પિનર રવિ બિશ્નોઈ આઈસીસી રેન્કિંગમાં ટી20માં શ્રેષ્ઠ બોલર બન્યો છે. બુધવારે જાહેર થયેલા રેન્કિંગ મુજબ બિશ્નોઈ 699 રેટિંગ પોઈન્ટ્સ સાથે પાંચ સ્થાનની છલાંગ લગાવીને ટી20માં ટોચ પર પહોંચ્યો છે. બિશ્નોઈએ અફઘાનિસ્તાનના બોલર રાશિદ ખાનને પાછળ ધકેલ્યો છે.

રાશિદ ખાન 692 રેટિંગ પોઈન્ટ્સ સાથે બીજા ક્રમે છે. 23 વર્ષીય બિશ્નોઈએ તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામેની પાંચ ટી20 મેચની શ્રેણીમાં કુલ નવ વિકેટ ઝડપી હતી અને તે મેન ઓફ ધ સિરીઝ બન્યો હતો. આઈસીસી ટી20 બોલર્સ રેન્કિંગમાં શ્રીલંકાનો વાનિંદુ હસરંગા અને ઈંગ્લેન્ડનો આદિલ રાશિદ બંને 679 રેટિંગ પોઈન્ટ્સ સાથે સંયુક્ત ત્રીજા ક્રમે છે. શ્રીલંકાનો ઝડપી બોલર મહેશ પથિરાના (677) પણ ટોચના પાંચ બોલર્સમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યો છે.

આઈસીસીના ટોપ 10 ટી20 બોલર્સની યાદીમાં બિશ્નોઈ એકમાત્ર ભારતીય છે. અક્ષર પટેલ નવ સ્થાનની આગેકૂચ સાથે 18માં ક્રમે રહ્યો છે. બીજીતરફ ટી20 બેટ્સમેન રેન્કિંગમાં ભારતના સૂર્યકુમાર યાદવે ટોચનો ક્રમ જાળવી રાખ્યો છે. સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામેની ટી20 સિરીઝ 4-1થી જીતી લીધી હતી. ભારતીય ટીમનો ઓપનર ઋતુરાજ ગાયકવાડ એક સ્થાન નીચે સરકીને સાતમાં ક્રમે રહ્યો હતો.

Most Popular

More from Author

લે એ પણ સારા ચેનલ છે.🤪😜😝🤣😂

સંજૂ – પપ્પા મને એક છોકરી પસંદ પડી છે.હું તેની સાથે...

અને હવે તે મને નહિ છોડે.😅😝😂😜

પતિએ પોતાની ઈચ્છા પૂરી કરવાકૂવામાં સિક્કો નાખ્યો,પછી તેની પત્ની સિક્કો નાખવા...

ત્યારે થોડી-થોડી દેખાઈ.😅😝😂😜🤣

મોટી બહેન (નાની બહેનને) : બહેન,આ સોનાનો હાર બહુ સરસ છે,કેટલાનો...

આ ઘડિયાળ થોડું મોડું જ છે !🤪😜😝🤣

એક બુદ્ધિના બેલને નોકરી મળી ગઈ.પહેલા જ દિવસેએ મોડી રાત સુધી...

Read Now

લે એ પણ સારા ચેનલ છે.🤪😜😝🤣😂

સંજૂ – પપ્પા મને એક છોકરી પસંદ પડી છે.હું તેની સાથે લગ્ન કરવા માંગુ છુ.. પપ્પા – શુ એ પણ તને પસંદ કરે છે ? સંજુ – હા પપ્પા પપ્પા – જે છોકરીની પસંદ આવી હોય તેનેહું મારા ઘરની વહુ નથી બનાવી શકતો🤪😜😝🤣😂😅 પીયર ગઈ પત્ની ફોન પર-તમારા વગર જી નહી...

શાહિદ કપૂરે દીકરી માટે સિગારેટ છોડી

બોલિવુડના ચોકલેટી બોય કહેવાતા એક્ટર શાહિદ કપૂર તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મને લઈને ચર્ચામાં છે. એક ઈવેન્ટમાં બોલતા શાહિદ કપૂરે ઘણી વાતોનો ખુલાસો કર્યો છે. તેણે તેની પુત્રી માટે કંઈક એવું છોડી દીધું જે જલદી છોડી શકાય નહીં. શાહિદ કપૂર હાલમાં તેની ફિલ્મ 'તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા...

અને હવે તે મને નહિ છોડે.😅😝😂😜

પતિએ પોતાની ઈચ્છા પૂરી કરવાકૂવામાં સિક્કો નાખ્યો,પછી તેની પત્ની સિક્કો નાખવા ગઈ કેતરત જ તે લપસીને કૂવામાં પડી ગઈ.આ જોઈને,પતિની આંખમાં આંસુ આવી ગયા.તે ઉપર જોઈને બોલ્યો : હે ભગવાન,આટલું જલ્દી રીઝલ્ટ.😅😝😂😜🤣🤪 રમેશ ગભરાઈને પોલીસ સ્ટેશન જઈ રહ્યો હતો.સુરેશ : અરે આ રીતે ટેન્શનમાં ક્યાં જઈ રહ્યો છે?રમેશ...