Homeરસોઈવેજ મન્ચુરિયનને બદલે હવે...

વેજ મન્ચુરિયનને બદલે હવે ટ્રાય કરો એગ મેન્ચુરિયન, ખાઈને મોજ પડી જશે, જાણો સરળ રેસિપી

આજકાલ મોટાભાગના લોકો ખાસ કરીને ઘરના બાળકોને ચાઈનીઝ ફૂડ ખૂબ ગમે છે. જો તમે ફૂડ લવર છો તો તમે વેજ મન્ચુરિયન ખાધું જ હશે. પરંતુ શું તમે એગ મન્ચુરિયન (Egg Machurian) ક્યારે ચાખ્યું છે. તેનો સ્વાદ પણ એકદમ લાજવાબ લાગે છે. જેમાં બાફેલા ઈંડાને શાકભાજીની સાથે મેરીનેટ કરવામાં આવે છે. આજે અમે આપને એગ મન્ચુરિયનની સરળ રેસિપી જણાવીશું.

જેની મદદથી તમે સહેલાઈથી ઘરે આ મન્ચુરિયનને બનાવી શકો છો.

સામગ્રી
5 બાફેલા ઇંડા, અડધો કપ મેંદો, 2 ચમચી વિનેગાર, 2 ચમચી સોયા સોસ, 2 ચમચી રેડ ચીલી કેચપ, 2 ડુંગળી, 2 લીલા મરચા, સ્વાદ મુજબ મીઠું અને લાલ મરચું, જરૂર મુજબ તેલ

મન્ચુરિયન બનાવવાની રીત
એગ મન્ચુરિયન બનાવવા માટે પહેલા ઈંડાને બાફી લો. આ માટે એક પેનમાં 2 ગ્લાસ પાણી ગરમ કરો અને તેમાં ઈંડા નાખો. 15 મિનિટમાં ઈંડા બફાઈને તૈયાર થઈ જશે. આ પછી છાલ કાઢીને તેને એક બાઉલમાં કાઢી લો. હવે ઈંડાના 2 ટુકડા કરો, જરદીને અલગ કરો અને સફેદ ભાગના ટુકડા કરો.

હવે આ ટુકડામાં મેંદો, મીઠું અને લાલ મરચું પાવડર સ્વાદ અનુસાર મિક્સ કરો અને હાથ વડે બરાબર મેશ કરી લો. મેશ કર્યા પછી નાના-નાના મન્ચુરિયન બોલ્સ બનાવી લો. આ પછી એક બાઉલમાં 3 ચમચી મેંદાનો લોટ અને 2 ઇંડા ફોડીને ઉમેરો. તેને સારી રીતે મિક્સ કરો પછી તેમાં બધા મન્ચુરિયન બોલ્સ નાખો.

આ પછી ગેસ પર એક પેનમાં તેલ મૂકીને ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં તૈયાર મન્ચુરિયન બોલ્સને સોનેરી થાય ત્યાં સુધી તળો. આ પછી એક પેન લો અને તેમાં થોડું તેલ ગરમ કરો.

ત્યાર બાદ ઝીણા સમારેલા લીલા મરચા અને ડુંગળીને તેલમાં નાખીને સાંતળો. આ પછી તેમાં રેડ ચીલી કેચપ, સોયા સોસ, વિનેગર નાખીને મિક્સ કરો. આ પછી મન્ચુરિયન બોલ્સ ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો. તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લો. તૈયાર છે એગ મન્ચુરિયન.

Most Popular

More from Author

લે એ પણ સારા ચેનલ છે.🤪😜😝🤣😂

સંજૂ – પપ્પા મને એક છોકરી પસંદ પડી છે.હું તેની સાથે...

અને હવે તે મને નહિ છોડે.😅😝😂😜

પતિએ પોતાની ઈચ્છા પૂરી કરવાકૂવામાં સિક્કો નાખ્યો,પછી તેની પત્ની સિક્કો નાખવા...

ત્યારે થોડી-થોડી દેખાઈ.😅😝😂😜🤣

મોટી બહેન (નાની બહેનને) : બહેન,આ સોનાનો હાર બહુ સરસ છે,કેટલાનો...

આ ઘડિયાળ થોડું મોડું જ છે !🤪😜😝🤣

એક બુદ્ધિના બેલને નોકરી મળી ગઈ.પહેલા જ દિવસેએ મોડી રાત સુધી...

Read Now

લે એ પણ સારા ચેનલ છે.🤪😜😝🤣😂

સંજૂ – પપ્પા મને એક છોકરી પસંદ પડી છે.હું તેની સાથે લગ્ન કરવા માંગુ છુ.. પપ્પા – શુ એ પણ તને પસંદ કરે છે ? સંજુ – હા પપ્પા પપ્પા – જે છોકરીની પસંદ આવી હોય તેનેહું મારા ઘરની વહુ નથી બનાવી શકતો🤪😜😝🤣😂😅 પીયર ગઈ પત્ની ફોન પર-તમારા વગર જી નહી...

શાહિદ કપૂરે દીકરી માટે સિગારેટ છોડી

બોલિવુડના ચોકલેટી બોય કહેવાતા એક્ટર શાહિદ કપૂર તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મને લઈને ચર્ચામાં છે. એક ઈવેન્ટમાં બોલતા શાહિદ કપૂરે ઘણી વાતોનો ખુલાસો કર્યો છે. તેણે તેની પુત્રી માટે કંઈક એવું છોડી દીધું જે જલદી છોડી શકાય નહીં. શાહિદ કપૂર હાલમાં તેની ફિલ્મ 'તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા...

અને હવે તે મને નહિ છોડે.😅😝😂😜

પતિએ પોતાની ઈચ્છા પૂરી કરવાકૂવામાં સિક્કો નાખ્યો,પછી તેની પત્ની સિક્કો નાખવા ગઈ કેતરત જ તે લપસીને કૂવામાં પડી ગઈ.આ જોઈને,પતિની આંખમાં આંસુ આવી ગયા.તે ઉપર જોઈને બોલ્યો : હે ભગવાન,આટલું જલ્દી રીઝલ્ટ.😅😝😂😜🤣🤪 રમેશ ગભરાઈને પોલીસ સ્ટેશન જઈ રહ્યો હતો.સુરેશ : અરે આ રીતે ટેન્શનમાં ક્યાં જઈ રહ્યો છે?રમેશ...