Homeરસોઈઈડલી-ઢોસાની સાથે મસ્ત લાગે...

ઈડલી-ઢોસાની સાથે મસ્ત લાગે છે નારિયેળની ચટણી, જાણો બનાવવાની રીત

કોઈપણ સાઉથ ઈન્ડિયન ફૂડની સાથે નારિયેળની ચટણી ન હોય તો તેને ખાવાની મજા નથી આવતી. નારિયેળમાંથી બનતી ચટણી એટલી સ્વાદિષ્ટ હોય છે કે તે વાનગીનો સ્વાદ વધારી દે છે. મેંદુવડા, ઈડલી, ઢોસા, ઉત્તપમ સહિત ઘણી એવી સાઉથ ઈન્ડિયન વાનગીઓ છે જેની સાથે નારિયેળની ચટણી પીરસવામાં આવે છે. આજે અમે તમને સાઉથ ઈન્ડિયન સ્ટાઈલ નારિયેળની ચટણી બનાવવાની રેસિપી જણાવીશું.

જે કોઈ આ ચટણીને ખાશે તેઓ તમારા વખાણ કર્યા વગર રહી જ નહીં શકે.

સામગ્રી
1 કપ ફ્રેશ નારિયેળના ટુકડા, અડધી ચમચી જીરું, અડધો કપ દહીં, 2 કળી લસણ, કોથમીર, 2 લીલા મરચા, સ્વાદ મુજબ મીઠું, રાઈ, તમાલપત્ર, આખું લાલ મરચું

નારિયેળની ચટણી બનાવવાની રીત

સૌથી પહેલા નારિયેળના નાના-નાના ટુકડા કરીને મિક્સરની જારમાં નાખી દો.
સાથે જ તેમાં લસણ, જીરું, કોથમીર, મીઠું, લીલું મરચું અને દહીં ઉમેરીને બરાબર પીસી લો.
હવે તેને કોઈ એક બાઉલમાં કાઢો અને પછી તડકો લગાવો.
તડકો લગાવવા માટે કડાઈમાં તેલ નાખીને ગરમ કરો.
તેલ ગરમ થાય એટલે તેમાં રાઈને તતડાવો.
સાથે જ તેમાં તમાલપત્ર નાખો અને છેલ્લે આખા લાલ મરચાના બે ટુકડા કરી નાખી દો.
ગેસની ફ્લેમને બંધ કરો અને આ તડકામાં ચટણી ઉમેરી દો.
તૈયાર છે સ્વાદિષ્ટ નારિયેળની ચટણી.

Most Popular

More from Author

લે એ પણ સારા ચેનલ છે.🤪😜😝🤣😂

સંજૂ – પપ્પા મને એક છોકરી પસંદ પડી છે.હું તેની સાથે...

અને હવે તે મને નહિ છોડે.😅😝😂😜

પતિએ પોતાની ઈચ્છા પૂરી કરવાકૂવામાં સિક્કો નાખ્યો,પછી તેની પત્ની સિક્કો નાખવા...

ત્યારે થોડી-થોડી દેખાઈ.😅😝😂😜🤣

મોટી બહેન (નાની બહેનને) : બહેન,આ સોનાનો હાર બહુ સરસ છે,કેટલાનો...

આ ઘડિયાળ થોડું મોડું જ છે !🤪😜😝🤣

એક બુદ્ધિના બેલને નોકરી મળી ગઈ.પહેલા જ દિવસેએ મોડી રાત સુધી...

Read Now

લે એ પણ સારા ચેનલ છે.🤪😜😝🤣😂

સંજૂ – પપ્પા મને એક છોકરી પસંદ પડી છે.હું તેની સાથે લગ્ન કરવા માંગુ છુ.. પપ્પા – શુ એ પણ તને પસંદ કરે છે ? સંજુ – હા પપ્પા પપ્પા – જે છોકરીની પસંદ આવી હોય તેનેહું મારા ઘરની વહુ નથી બનાવી શકતો🤪😜😝🤣😂😅 પીયર ગઈ પત્ની ફોન પર-તમારા વગર જી નહી...

શાહિદ કપૂરે દીકરી માટે સિગારેટ છોડી

બોલિવુડના ચોકલેટી બોય કહેવાતા એક્ટર શાહિદ કપૂર તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મને લઈને ચર્ચામાં છે. એક ઈવેન્ટમાં બોલતા શાહિદ કપૂરે ઘણી વાતોનો ખુલાસો કર્યો છે. તેણે તેની પુત્રી માટે કંઈક એવું છોડી દીધું જે જલદી છોડી શકાય નહીં. શાહિદ કપૂર હાલમાં તેની ફિલ્મ 'તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા...

અને હવે તે મને નહિ છોડે.😅😝😂😜

પતિએ પોતાની ઈચ્છા પૂરી કરવાકૂવામાં સિક્કો નાખ્યો,પછી તેની પત્ની સિક્કો નાખવા ગઈ કેતરત જ તે લપસીને કૂવામાં પડી ગઈ.આ જોઈને,પતિની આંખમાં આંસુ આવી ગયા.તે ઉપર જોઈને બોલ્યો : હે ભગવાન,આટલું જલ્દી રીઝલ્ટ.😅😝😂😜🤣🤪 રમેશ ગભરાઈને પોલીસ સ્ટેશન જઈ રહ્યો હતો.સુરેશ : અરે આ રીતે ટેન્શનમાં ક્યાં જઈ રહ્યો છે?રમેશ...