Homeક્રિકેટRinku Singh: સામાન્ય પરિવારનો...

Rinku Singh: સામાન્ય પરિવારનો છોકરો આજે ઓસ્ટ્રેલિયાને હંફાવી રહ્યો છે, પિતા ગેસ સિલિન્ડર વેચતા હતા, ભાઈ ઓટો ડ્રાઈવર; જાણો રિન્કુ સિંહની સ્ટ્રગલ સ્ટોરી

Rinku Singh Struggle: સમગ્ર ભારતમાં હાલ એક પ્લેયર ચર્ચામાં છે, અને તે છે રિન્કુ સિંહ. રિન્કુ સિંહને મહેન્દ્ર સિંહ ધોનીની જેમ ફિનિશરની જેમ હાલ જોવામાં આવી રહ્યો છે. લાસ્ટ ઓવર્સમાં આવીને તેની સિક્સ હિંટિંગ સ્કિલે વિશ્વનું ધ્યાન તેની તરફ ખેંચ્યું છે. ઓસ્ટ્રેલિયા ટીમ હાલ ભારતના પ્રવાસે 5 ટી-20ની શ્રેણી રમી રહી છે, તેમાં બીજી ટી-20માં રિન્કુ સિંહે આક્રમક બેટિંગ કરી 9 બોલમાં 31 રન બનાવી દીધા હતા, જેમાં 2 છગ્ગા અને 4 ચોગ્ગાનો સમાવેશ થાય છે.

જેની મદદથી ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 236 રનનો પહાડ સમાન સ્કોર આપ્યો હતો. રિન્કું સિંહ બનવું સહેલુ નથી, તે પ્લેયરની સ્ટ્રગલ સ્ટોરી ખરેખર ભાવુક છે. આવો જાણીએ રિન્કુ સિંહની અહીં સુધી પહોંંચવા સુધીની સફર.

અલીગઢનો રહેવાસી 25 વર્ષનો રિન્કુ સિંહ સારો ફિલ્ડર અને યુવા ટેલેન્ટ ગણાય છે. રિન્કુ એક ગરીબ પરિવારમાંથી આવે છે. જે બોલને આજે તે બાઉન્ડ્રીની પાર પહોંચાડે છે તે બોલ ખરીદવાના પણ તેની પાસે પૈસા ન હતા.

રિન્કુના પિતા એક ગેસ સિલિન્ડર વેન્ડર હતા, તેને ચાર ભાઈ છે જેમાં કોઈ ઓટો ચલાવે છે તો કોઈ મજૂરી કરે છે. બે ટંકના ભોજન માટે રિન્કુના પરિવારના લોકોને કાળી મજૂરી કરવી પડતી હતી. રિન્કુ પરિવારમાં સૌથી નાનો છે. રિન્કુ જ્યારે ક્રિકેટ રમતો ત્યારે તેના પિતા ભારે ગુસ્સો કરતા હતા. જો કે રિન્કુને સ્કૂલના સમયથી જ ક્રિકેટ રમવાનું ગમતું હતું અને તે ફ્રી ટાઈમમાં પોતાના મિત્રોની સાથે ક્રિકેટ રમતો હતો, જેમાં તેણે મજા આવતી હતી. આ વાતનો ખુલાસો રિન્કુ સિંહે કોલકાતા નાઈટ રાઈડર્સની વેબસાઈટ પર રહેલા એક વીડિયોમાં કર્યો છે.

રિન્કુના જીવનને બદલવામાં ત્રણ લોકોનું મોટું યોગદાન રહ્યું છે. રિન્કુ સિંહ પોતે પણ પોતાનું ભવિષ્ય ક્રિકેટમાં જ બનાવવું છે તેવું નક્કી કરી લીધું હતું. તેના બધાં જ ભાઈ તેને સહયોગ આપતા હતા. આ વચ્ચે બે વખત અંડર-16 ટ્રાયલના પહેલા રાઉન્ડમાં તે બહાર થઈ ગયો. એવું એટલા માટે કેમકે તેણે પ્રોપર ટ્રેનિંગ મળતી ન હતી. એવામાં અલીગઢના મોહમ્મદ જીશાન તેની મદદ માટે આગળ આવ્યો. જે બાદ રિન્કુ સિંહને શરૂઆતના દિવસોમાં અલીગઢના જ મસૂદ અમીન પાસેથી કોચિંગ મળવા લાગ્યું. મસૂદ આજે પણ તેમના કોચ છે.

2018માં KKRએ ખરીદ્યો
રિન્કુ સિંહને વર્ષ 2018માં કોલકાતા નાઈટ રાઈડર્સે 80 લાખ રુપિયામાં પોતાની સાથે જોડ્યો. જો કે 5 વર્ષ બાદ રિન્કુ સિંહે તે પરાક્રમ કરી દેખાડ્યું અને સુપરસ્ટાર બની ગયો. તેણે 21 બોલમાં 48 રનની શાનદાર ઈનિંગ રમીને અશક્યને શક્ય બનાવી દીધું. ગુજરાત સામેની ઈનિંગમાં રિન્કુએ 1 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા અને પોતાની ટીમને KKRને શાનદાર જીત અપાવી હતી.

Most Popular

More from Author

જમાઈ : એવું સાંભળીને સારું લાગે છે,એટલા માટે.😅😝😂😜🤣🤪

પપ્પુ ઈજાગ્રસ્ત હાલતમાં પોલીસ સ્ટેશન પહોચ્યો.હવાલદાર : શું થયું ?પપ્પુ :...

હેપ્પી બર્થડે સમસ્યા😅😝😂

છોકરી : જ્યારે વાદળો ગર્જના કરે છે,ત્યારે તારી ખુબ યાદ આવે...

મને પરફેક્ટ આવી જાય છે.😅😝😂😜

કાકા અને કાકી પહેલી વખત ટ્રેનમાંમુસાફરી કરી રહ્યા હતા.થોડી વાર પછી...

ઉપયોગ કરવાની આદત પડી ગઈ છે.😅😝😂

એક છોકરીએ ઘરવાળાઓના કહેવા પરછોકરાને જોયા વિના લગ્ન કરી લીધા.સુહાગરાત પર...

Read Now

મહાશિવરાત્રી વાસ્તુ ટિપ્સઃ તમે ઘરમાં નાનું પારો શિવલિંગ રાખી શકો છો, તેનાથી વાસ્તુ દોષ દૂર થાય છે.

મહાશિવરાત્રી 08 માર્ચ, શુક્રવારે છે. મહાશિવરાત્રીનો આ તહેવાર ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ આવે છે. મહાશિવરાત્રી વિશે કહેવાય છે કે આ દિવસે ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. આ દિવસે પારદ શિવલિંગની પૂજા કરવાનું મહત્વ ઘણું વધારે છે. એવું માનવામાં આવે છે કે શિવરાત્રી પર...

જમાઈ : એવું સાંભળીને સારું લાગે છે,એટલા માટે.😅😝😂😜🤣🤪

પપ્પુ ઈજાગ્રસ્ત હાલતમાં પોલીસ સ્ટેશન પહોચ્યો.હવાલદાર : શું થયું ?પપ્પુ : પત્નીએ માર્યો.હવાલદાર : કેમ?પપ્પુ : એની મમ્મી પપ્પા અમારા ઘેર આવ્યા,તો તેણે મને કહ્યું કે,બહારથી તેમના માટે કાંઈ લઇ આવો.હવાલદાર : તો?પપ્પુ : હું ટેક્સી લઇ આવ્યો.😅😝😂😜🤣🤪 પતિ પોતાની નારાજ પત્નીને મનાવવા માટેરોજ સાસરિયામાં ફોન કરે છે..એક...

જો તમે તમારા સવારના નાસ્તામાં કંઇક અલગ બનાવવા માંગો છો તો આ રીતે બનાવો બોટલમાં ચણાના લોટના ચીલા, જાણો તેને બનાવવાની રીત.

જો તમે એકસરખી વસ્તુઓ ખાવાથી કંટાળી ગયા હોવ અને કંઈક ટેસ્ટી ખાવા ઈચ્છતા હોવ તો તમે લૌકી બેસન ચીલા અજમાવી શકો છો. આ રેસીપી માત્ર ટેસ્ટી જ નથી પણ ખૂબ જ હેલ્ધી પણ છે. આપણે બધા જાણીએ છીએ કે પાલખી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ચણાના લોટ...