Homeમનોરંજનકઈ વાતનો વસવસો આજે...

કઈ વાતનો વસવસો આજે પણ રાની મુખરજીને છે?

રાની મુખરજીએ જણાવ્યું છે કે તેણે ‘લગાન’ ફિલ્મમાં કામ નથી કર્યું એ વાતનો તેને આજે પણ પસ્તાવો થઈ રહ્યો છે. આ વાત તેણે ગોવામાં ચાલી રહેલા ૫૪મા ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયામાં કહી છે. ‘લગાન’માં કામ ન કરવાનો વસવસો જણાવતાં રાનીએ કહ્યું કે ‘એકમાત્ર ફિલ્મ ‘લગાન’ છે જેમાં કામ ન કરવાનો મને અફસોસ છે, કારણ કે એ વખતે તારીખો ક્લૅશ થઈ રહી હતી.

આમિર ખાન એ ફિલ્મને પ્રોડ્યુસ કરી રહ્યો હતો અને તેણે કહ્યું કે ‘રાની, હું આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી રહ્યો છું. એથી મને મારા દરેક ઍક્ટર છ મહિના સુધી અહીં હાજર જોઈએ અને કોઈ હલી નહીં શકે.’ ફિલ્મને લઈને તેના અલગ વિચાર હતા. મેં એ પહેલાં જ એક ફિલ્મ સાઇન કરી લીધી હતી. આમિરે મને કહ્યું કે ‘રાની, હું તને ૧૦ કે ૧૫ દિવસ માટે જવા દઉં અને તું ફરી પાછી આવે એવું ન થઈ શકે. હું મારા અન્ય કલાકારોને પણ ટ્રાવેલ નથી કરવા દેવાનો તો તેમની સાથે આ અન્યાય થશે.’ એથી મેં મારી અગાઉની ફિલ્મના પ્રોડ્યુસરને પૂછ્યું કે શું હું ફિલ્મ છોડી શકું છું, કારણ કે મારે આમિરની ફિલ્મમાં કામ કરવું હતું. તે મારો ક્લોઝ ફ્રેન્ડ છે. જોકે પ્રોડ્યુસરે મને ફિલ્મ છોડવા ન દીધી. એનું મને ખૂબ દુ:ખ લાગ્યું છે.’

એવાં પાત્રો ભજવું જેને જોઈને લોકોને પ્રેરણા મળે : રાની મુખરજી રાની મુખરજીની ઇચ્છા છે કે તે એવા રોલ ભજવે જેને જોયા બાદ લોકોને પ્રેરણા મળે. રાનીએ આદિત્ય ચોપડા સાથે લગ્ન કર્યા બાદ ૨૦૧૫માં દીકરીને જન્મ આપ્યો હતો. તે ઘર અને દીકરીની સંભાળ લેવાની સાથે ફિલ્મોમાં પણ સક્રિય છે. ફિલ્મોના કૅરૅક્ટર વિશે રાનીએ કહ્યું કે ‘હું હંમેશાં પોતાની જાતને પ્રેરિત કરવા માગું છું. એથી હું સમજી શકું છું કે ફિલ્મ જોવા જનારા દર્શકોને હું મારા પાત્ર દ્વારા પ્રેરિત કરી શકું. એ જ વસ્તુની મને હંમેશાં ઇચ્છા હોય છે. જો તમારે સતત હટકે રોલ કરવા હોય અને તમારી લાઇફમાં તમે યંગ હો, પરણેલા હો કે પછી મમ્મી હો તો તમારો કોઈ ચોક્કસ દૃષ્ટિકોણ હોય, તો એવા સમયે તમારી લાઇફમાં તમને પ્રેરણાની જરૂર હોય છે. એ પણ અગત્યનું છે કે એ રોલ દ્વારા તમે પ્રેરિત થાઓ છો તો પર્સનલ લાઇફમાં પણ તમારો વિકાસ થાય છે.’

Most Popular

More from Author

લે એ પણ સારા ચેનલ છે.🤪😜😝🤣😂

સંજૂ – પપ્પા મને એક છોકરી પસંદ પડી છે.હું તેની સાથે...

અને હવે તે મને નહિ છોડે.😅😝😂😜

પતિએ પોતાની ઈચ્છા પૂરી કરવાકૂવામાં સિક્કો નાખ્યો,પછી તેની પત્ની સિક્કો નાખવા...

ત્યારે થોડી-થોડી દેખાઈ.😅😝😂😜🤣

મોટી બહેન (નાની બહેનને) : બહેન,આ સોનાનો હાર બહુ સરસ છે,કેટલાનો...

આ ઘડિયાળ થોડું મોડું જ છે !🤪😜😝🤣

એક બુદ્ધિના બેલને નોકરી મળી ગઈ.પહેલા જ દિવસેએ મોડી રાત સુધી...

Read Now

લે એ પણ સારા ચેનલ છે.🤪😜😝🤣😂

સંજૂ – પપ્પા મને એક છોકરી પસંદ પડી છે.હું તેની સાથે લગ્ન કરવા માંગુ છુ.. પપ્પા – શુ એ પણ તને પસંદ કરે છે ? સંજુ – હા પપ્પા પપ્પા – જે છોકરીની પસંદ આવી હોય તેનેહું મારા ઘરની વહુ નથી બનાવી શકતો🤪😜😝🤣😂😅 પીયર ગઈ પત્ની ફોન પર-તમારા વગર જી નહી...

શાહિદ કપૂરે દીકરી માટે સિગારેટ છોડી

બોલિવુડના ચોકલેટી બોય કહેવાતા એક્ટર શાહિદ કપૂર તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મને લઈને ચર્ચામાં છે. એક ઈવેન્ટમાં બોલતા શાહિદ કપૂરે ઘણી વાતોનો ખુલાસો કર્યો છે. તેણે તેની પુત્રી માટે કંઈક એવું છોડી દીધું જે જલદી છોડી શકાય નહીં. શાહિદ કપૂર હાલમાં તેની ફિલ્મ 'તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા...

અને હવે તે મને નહિ છોડે.😅😝😂😜

પતિએ પોતાની ઈચ્છા પૂરી કરવાકૂવામાં સિક્કો નાખ્યો,પછી તેની પત્ની સિક્કો નાખવા ગઈ કેતરત જ તે લપસીને કૂવામાં પડી ગઈ.આ જોઈને,પતિની આંખમાં આંસુ આવી ગયા.તે ઉપર જોઈને બોલ્યો : હે ભગવાન,આટલું જલ્દી રીઝલ્ટ.😅😝😂😜🤣🤪 રમેશ ગભરાઈને પોલીસ સ્ટેશન જઈ રહ્યો હતો.સુરેશ : અરે આ રીતે ટેન્શનમાં ક્યાં જઈ રહ્યો છે?રમેશ...