Homeક્રિકેટકોણે કહ્યું મારી કરીઅર...

કોણે કહ્યું મારી કરીઅર હવે પૂરી થઈ ગઈ? : ડેવિડ વૉર્નર

ઑસ્ટ્રેલિયાનો ઓપનર ડેવિડ વૉર્નર ભારતમાં આવતી કાલે શરૂ થતી પાંચ મૅચની ટી૨૦ સિરીઝમાં નથી રમવાનો, પણ તેની કરીઅર પર પડદો પડી રહ્યો હોવાની વાતને તેણે આડકતરી રીતે નકારી કાઢી હતી.

૩૭ વર્ષના વૉર્નરે આ વર્ષની શરૂઆતમાં સંકેત આપ્યો હતો કે પાકિસ્તાન સામેની શ્રેણી તેની આખરી ટેસ્ટ સિરીઝ છે, પરંતુ ત્યારે તેણે વન-ડે કે ટી૨૦ કરીઅર વિશે કંઈ નહોતું કહ્યું.

હવે જ્યારે વન-ડેનો વર્લ્ડ કપ પૂરો થયો છે ત્યારે સોશ્યલ મીડિયામાં ‘વૉર્નર વન-ડેનો છેલ્લો વર્લ્ડ કપ રમ્યો’ એવી એક પોસ્ટ મૂકવામાં આવી એ વિશેની પ્રતિક્રિયામાં વૉર્નરે ગઈ કાલે લખ્યું હતું કે ‘કોણે કહ્યું કે મારી કરીઅર પૂરી થઈ ગઈ?’

સાત પ્લેયર્સ ભારતમાં જ રહ્યા
વૉર્નર સ્વદેશભેગો થઈ રહ્યો છે, પરંતુ વર્લ્ડ કપ જીતનાર ઑસ્ટ્રેલિયાના સાત ખેલાડીઓ ભારતમાં જ રહ્યા છે; એમાં ટ્રેવિસ હેડ, સ્ટીવ સ્મિથ, ગ્લેન
મૅક્સવેલ, માર્કસ સ્ટૉઇનિસ, ઍડમ ઝૅમ્પા, જૉસ ઇંગ્લિસ અને શૉન અબૉટનો સમાવેશ છે.
ઑસ્ટ્રેલિયા સામે ટી૨૦ સિરીઝ રમનાર ભારતીય ટીમનું સુકાન સૂર્યકુમાર યાદવને સોંપાયું છે.

હાર્ડી, રિચર્ડસનનો ટીમમાં સમાવેશ આ વર્ષે સાઉથ આફ્રિકા સામે રમીને ડેબ્યુ કરનાર ઑલરાઉન્ડર આરોન હાર્ડીનો ભારત સામેની સિરીઝ માટેની ટીમમાં સમાવેશ થયો છે. પેસર કેન રિચર્ડસનને ઈજાગ્રસ્ત ફાસ્ટ બોલર સ્પેન્સર જૉન્સનને બદલે લેવામાં આવ્યો છે. ઑસ્ટ્રેલિયાનું બોર્ડ આવતા ટી-૨૦ વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ફેરફારો કરવા માગે છે.

વેડ ભારત સામેની ટીમનો કૅપ્ટન
મૅથ્યુ વેડ (કૅપ્ટન), ટ્રેવિસ હેડ, સ્ટીવ સ્મિથ, ગ્લેન મૅક્સવેલ, મૅટ શૉર્ટ, માર્કસ સ્ટૉઇનિસ, ટિમ ડેવિડ, જૉશ ઇંગ્લિસ (વિકેટકીપર), આરૉન હાર્ડી, જેસન બેહરનડૉર્ફ, શૉન અબૉટ, નૅથન એલિસ, કેન રિચર્ડસન, ઍડમ ઝૅમ્પા અને તનવીર સંઘા.

પાંચ ટી૨૦ મૅચ ક્યારે-ક્યાં? : પ્રસારણ સાંજે ૭.૦૦ વાગ્યાથી
ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચેની પાંચેપાંચ ટી૨૦ મૅચ સાંજે ૭.૦૦ વાગ્યે શરૂ થશે. પ્રથમ મૅચ ૨૩ નવેમ્બરે વિશાખાપટનમમાં, બીજી મૅચ ૨૬ નવેમ્બરે તિરુવનંતપુરમમાં, ત્રીજી મૅચ ૨૮ નવેમ્બરે ગુવાહાટીમાં, ચોથી મૅચ ૧ ડિસેમ્બરે રાયપુરમાં અને પાંચમી મૅચ ૩ ડિસેમ્બરે બૅન્ગલોરમાં રમાશે.

535
આ વખતના વર્લ્ડ કપમાં વૉર્નરના આટલા રન ઑસ્ટ્રેલિયન બૅટર્સમાં હાઇએસ્ટ હતા. તે એકંદરે છઠ્ઠા નંબરે હતો.

Most Popular

More from Author

જમાઈ : એવું સાંભળીને સારું લાગે છે,એટલા માટે.😅😝😂😜🤣🤪

પપ્પુ ઈજાગ્રસ્ત હાલતમાં પોલીસ સ્ટેશન પહોચ્યો.હવાલદાર : શું થયું ?પપ્પુ :...

હેપ્પી બર્થડે સમસ્યા😅😝😂

છોકરી : જ્યારે વાદળો ગર્જના કરે છે,ત્યારે તારી ખુબ યાદ આવે...

મને પરફેક્ટ આવી જાય છે.😅😝😂😜

કાકા અને કાકી પહેલી વખત ટ્રેનમાંમુસાફરી કરી રહ્યા હતા.થોડી વાર પછી...

ઉપયોગ કરવાની આદત પડી ગઈ છે.😅😝😂

એક છોકરીએ ઘરવાળાઓના કહેવા પરછોકરાને જોયા વિના લગ્ન કરી લીધા.સુહાગરાત પર...

Read Now

મહાશિવરાત્રી વાસ્તુ ટિપ્સઃ તમે ઘરમાં નાનું પારો શિવલિંગ રાખી શકો છો, તેનાથી વાસ્તુ દોષ દૂર થાય છે.

મહાશિવરાત્રી 08 માર્ચ, શુક્રવારે છે. મહાશિવરાત્રીનો આ તહેવાર ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ આવે છે. મહાશિવરાત્રી વિશે કહેવાય છે કે આ દિવસે ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. આ દિવસે પારદ શિવલિંગની પૂજા કરવાનું મહત્વ ઘણું વધારે છે. એવું માનવામાં આવે છે કે શિવરાત્રી પર...

જમાઈ : એવું સાંભળીને સારું લાગે છે,એટલા માટે.😅😝😂😜🤣🤪

પપ્પુ ઈજાગ્રસ્ત હાલતમાં પોલીસ સ્ટેશન પહોચ્યો.હવાલદાર : શું થયું ?પપ્પુ : પત્નીએ માર્યો.હવાલદાર : કેમ?પપ્પુ : એની મમ્મી પપ્પા અમારા ઘેર આવ્યા,તો તેણે મને કહ્યું કે,બહારથી તેમના માટે કાંઈ લઇ આવો.હવાલદાર : તો?પપ્પુ : હું ટેક્સી લઇ આવ્યો.😅😝😂😜🤣🤪 પતિ પોતાની નારાજ પત્નીને મનાવવા માટેરોજ સાસરિયામાં ફોન કરે છે..એક...

જો તમે તમારા સવારના નાસ્તામાં કંઇક અલગ બનાવવા માંગો છો તો આ રીતે બનાવો બોટલમાં ચણાના લોટના ચીલા, જાણો તેને બનાવવાની રીત.

જો તમે એકસરખી વસ્તુઓ ખાવાથી કંટાળી ગયા હોવ અને કંઈક ટેસ્ટી ખાવા ઈચ્છતા હોવ તો તમે લૌકી બેસન ચીલા અજમાવી શકો છો. આ રેસીપી માત્ર ટેસ્ટી જ નથી પણ ખૂબ જ હેલ્ધી પણ છે. આપણે બધા જાણીએ છીએ કે પાલખી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ચણાના લોટ...