સાયકલ વાળાએ પપ્પુને ટક્કર મારી દીધી.
પપ્પુ તેના પર ખુબ ગુસ્સે થયો.
સાયકલ વાળો બોલ્યો : ભાઈ તું નસીબદાર છે.
પપ્પુ : એક તો તું મને સાયકલથી ટક્કર મારે છે,
અને ઉપરથી મને નસીબ વાળો કહે છે,
તારું મગજ તો ઠેકાણે છે ને?
સાયકલ વાળો : ભાઈ આજે રજા છે,
એટલે હું સાઈકલ ચલાવી રહ્યો છું,
બાકી તો હું ટ્રક ડ્રાઈવર છું.
પપ્પુ આકાશમાં જોઇને બોલ્યો : ભગવાન તમારો આભાર.
😅😝😂😜🤣🤪

પરિક્ષામાં સવાલ હતો, ચેલેન્જ કોને કહે છે?
પપ્પુએ આખી પુરવણી ખાલી છોડીને
છેલ્લા પાને લખ્યું,
જો હિમ્મત હોય તો પાસ કરીને દેખાડો.
😅😝😂😜🤣🤪
( નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)