વિશ્વકપ સાથે અડાલજની વાવમાં કપ્તાનોનું ફોટોસેશન
અમદાવાદ, તા. 18 : અમદાવાદના આંગણે વર્લ્ડકપનો ફિવર જામ્યો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતી કાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ફાઈનલ મેચ અગાઉ બંને ટીમોનું ફોટોસેશન કરવામાં આવ્યું હતું. અમદાવાદની પ્રખ્યાત અડાલજની વાવ ખાતે બંને ટીમના કેપ્ટન અને વર્લ્ડકપ ટ્રોફી સાથે ખાસ ફોટોસેશન આઈસીસી દ્વારા યોજાયું હતું.
બંને દેશોની ટીમના પ્લેયરોએ પુરાતત્વીય એવી વર્ષો જૂની હેરિટેજ વાવ ખાતે ખાસ ફોટોસેશન કરાવ્યું હતું. અડાલજ ખાતે વર્લ્ડકપ ટ્રોફી સાથે બંને ટીમને કેપ્ટન રોહિત શર્મા તેમજ પેટ કમિન્સને ખાસ ફોટોસેશન કરાવ્યું હતું.