Homeક્રિકેટભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલના દિવસે...

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલના દિવસે હોટેલોના ભાડા એક લાખને પાર

આઈસીસી વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચને લઈને હોટેલ ઉદ્યોગને જાણે કમાવાની મૌસમ ખીલી ગઈ છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે રમાનારી ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચેની ફાઈનલ મેચને લઈને શહેરની કેટલીક જાણીતી હોટેલોએ તેમના ભાડામાં તોતિંગ વધારો કર્યો છે. સામાન્ય દિવસોમાં જે હોટેલના રૂમનુ એક રાતનુ ભાડુ 5 હજાર રૂપિયા હતુ તેના હાલ 50 હજાર રૂપિયા કરી દેવાયા છે.

એટલુ જ નહીં કેટલીક હોટેલનો રેટ તો 1 લાખ રૂપિયા થયો છે. અત્યારથી મોટાભાગની હોટેલોના બુકિંગ ફુલ થયા છે અને કેટલીક વૈભવી હોટેલોએ તો 18 નવેમ્બરનું બુકિંગ લેવાનુ જ બંધ કરી દીધુ છે.

અમદાવાદની નામાંકિત હોટેલની વાત કરીએ તો આઇટીસી વેલકમનું એક રૂમનો એક રાત્રિનો રેટે એક લાખ રૂપિયા છે. હોટેલ વિવાન્તાનું એક રાતનુ ભાડુ 90 હજાર રૂપિયા કરાયુ છે. કોર્ટયાર્ડ મેરિયોટના 60 હજાર રૂપિયા જ્યારે રેનિસન્સના 55000 રૂપિયા અને હિલ્લોકના 63000 રૂપિયા એક રાતનું ભાડુ છે. હાલ શહેરની ફાઈવ સ્ટાર અને થ્રી સ્ટાર હોટેલના મળીને 10 હજારથી વધુ રૂમ છે. જેમાંથી મોટાભાગના બુક થઈ ચુક્યા છે. ક્રિકેટ વર્લ્ડ કપ્ના મહામુકાબલાને લઈને અમદાવાદ આવતી ફ્લાઈટના ઍરફેરમાં પણ ધરખમ વધારો થયો છે. સામાન્ય દિવસોમાં જે ફ્લાઈટનું ભાડુ 3500 થી 5 હજાર રૂપિયા હતુ તે ફ્લાઈટની ટિકિટનું વન વે ફેર હાલ 25 થી 30 હજાર થયુ છે. ફ્લાઈટના ઍરફેરમાં રાતોરાત 5થી 7 ગણો વધારો કરી દેવાયો છે.

જેમા હાલ હોટેલ અને ઍરફેર બંનેમાં સામાન્ય દિવસ કરતા 15થી 20 હજાર રૂપિયા વધુ લેવાઈ રહ્યા છે. સામાન્ય દિવસોમાં અમદાવાદથી મુંબઈનું વન વે ઍરફેર 4 થી 5 હજાર આસપાસ હોય છે. જે હાલ 25 થી 30 હજાર રૂપિયા થયા છે. આટલો વધારો દિવાળીની રજાઓ કે પ્રવાસન સીઝન દરમિયાન પણ નથી હોતો. 19 નવેમ્બરે અમદાવાદ આવતી મોટાભાગની ફ્લાઈટની લગભગ તમામ ટિકિટ બુક થઈ ગઈ છે. જેમા હાલ માત્ર જૂજ ટિકિટો જ ઉપલબ્ધ છે. સામાન્ય દિવસોમાં દિલ્હીથી અમદાવાદનું વન વે ઍરફેર 3500 રૂપિયા આસપાસ હોય છે, તેની 18 નવેમ્બરની ફ્લાઈટના ટિકિટના દર 23000 સુધી પહોંચ્યા છે. મુંબઈથી અમદાવાદનું સિંગલ ઍરફેર 3500 થી વધીને 28000 રૂપિયા થયુ છે. કોલકાતાથી અમદાવાદનું વન વે ફેર 7000છી વધીને 36000 થયા છે. ચેન્નાઈથી અમદાવાદમાં 5000 થી 24000 રૂપિયા થયા છે.

Most Popular

More from Author

વાંચવા જેવું કશું હોતું નથી.😅😝😂😜🤣

શિક્ષક બિટ્ટુને : ભારતનીસૌથી ખતરનાક નદી કઈ છે? બિટ્ટુ : લાગણીઓની,કારણ કે,તેમાં...

છોકરાઓ સ્ટ્રેચર ફસાય નહિ તેનું ખાસ ધ્યાન રાખજો.😅😝😂😜

પપ્પુ : તમારે ત્યાં ગિફ્ટમાં આપવા લાયકસાડી મળે છે?દુકાનદાર : હા.પપ્પુ...

તમે ખોટી ટ્રેનમાં ચડી ગયા છો.😅😝😂😜🤣

પતિના મરણ બાદ પત્નીએતાંત્રિકની મદદથી તેની જોડે સંપર્ક કર્યો.પત્ની : મજામાં...

આટલું જલ્દી રીઝલ્ટ.😅😝😂😜🤣

રમેશ ગભરાઈને પોલીસ સ્ટેશન જઈ રહ્યો હતો.સુરેશ : અરે આ રીતે...

Read Now

વાંચવા જેવું કશું હોતું નથી.😅😝😂😜🤣

શિક્ષક બિટ્ટુને : ભારતનીસૌથી ખતરનાક નદી કઈ છે? બિટ્ટુ : લાગણીઓની,કારણ કે,તેમાં બધા વહી જાય છે.😅😝😂😜🤣🤪 પપ્પુ : ટપ્પુ તને ખબર છે, પત્નીઓપોતાના સંસ્મરણોના પુસ્તકો લખતી નથી.ટપ્પુ : એવું કેમ?પપ્પુ : જો,જે ચુલબુલી પત્નીઓ છે,એમને લખવાની ફુરસદ નથી હોતી.અને સૌમ્ય પત્નીઓના સંસ્મરણોમાંવાંચવા જેવું કશું હોતું નથી.😅😝😂😜🤣🤪 ( નોંધ: આ બધા...

જો તમારી પાસે સવારના નાસ્તા માટે સમય ન હોય તો તમારે આ વાનગીઓ અજમાવવી જ જોઈએ, તે 20 મિનિટમાં તૈયાર થઈ જશે.

દરરોજ સમયસર રાંધવા અને કામ પર પાછા ફરવું ખૂબ મુશ્કેલ હોઈ શકે છે. ખાસ કરીને જ્યારે સમય ઓછો હોય કે વધુ કામ હોય અને ઘર જોવામાં વિલંબ થતો હોય. આવા ખોરાકને તૈયાર કરવામાં સમય લાગી શકે છે અને સ્વચ્છતા માટે વાસણોની જરૂર પડે છે. આ સમસ્યાને ઉકેલવા માટે,...

છોકરાઓ સ્ટ્રેચર ફસાય નહિ તેનું ખાસ ધ્યાન રાખજો.😅😝😂😜

પપ્પુ : તમારે ત્યાં ગિફ્ટમાં આપવા લાયકસાડી મળે છે?દુકાનદાર : હા.પપ્પુ : કોઈ સારી સાડી બતાવો ને.દુકાનદાર : પત્નીને ગિફ્ટમાં આપવા માટેબતાવું કે પછી કોઈ અફલાતૂન પીસ બતાવું?(સમજાય તેને સલામ)😅😝😂😜🤣🤪 ભીખા કાકાની પત્નીને અસ્થમાનો પ્રોબ્લેમ હતો.એક દિવસ તે ઇન્હેલર લેવાનું ભૂલી ગયા.તેમની અંતિમ ક્રિયા માટે તેમને સ્ટ્રેચર ઉપર...