દિવાળીનો તહેવાર હવે પતી ગયો છે. ગુજરાતીઓનું નવું વર્ષ વિક્રમ સંવત 2080 શરુ થઈ ગયું છે. દિવાળી પછી પાંચમા દિવસે લાભ પાંચમ તિથિમાં ગુજરાતીઓ પોતાના ધંધા-પેઢીનું મુહૂર્ત કરે છે અને નવા વર્ષમાં પોતાનો ધંધો સારો ચાલે તેની કામના સાથે શુભ મુહૂર્તમાં દુકાન-ફેક્ટરી ખોલે છે. લાભ પાંચને સૌભાગ્ય પંચમી, જ્ઞાન પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે.
લાભ પાંચમ તારીખ 2023
આ વર્ષે લાભ પંચમી 18 નવેમ્બર 2023 શનિવારના રોજ છે. ગુજરાતમાં આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. વ્યાપારી લોકો પણ આ દિવસે શુભ સમયે તેમના ધંધા-પેઢીનું શુભ મુહૂર્તમાં ઓપનિંગ કરે છે. આ તિથિ સુખ-સમૃદ્ધિમાં વધારો કરે છે.
લાભ પંચમી પૂજા મુહૂર્ત
સવારે લાભ પંચમી પૂજા મુહૂર્ત – 06:45 am – 10:19 am
અવધિ – 3 કલાક 34 મિનિટ
લાભ પાંચમનું મહત્વ
હિંદુ ધર્મની માન્યતાઓ અનુસાર આ દિવસે કોઈપણ નવો ધંધો શરૂ કરી શકાય છે. દિવાળી પછી, વેપારીઓ આ દિવસે તેમની દુકાનો અને સંસ્થાઓ ફરીથી ખોલે છે. એવું માનવામાં આવે છે કે લાભ પંચમીના દિવસે કરવામાં આવતી પૂજા લોકોના જીવનમાં, વ્યવસાય અને પરિવારમાં લાભ અને સૌભાગ્ય લાવે છે. આ દિવસે વ્યાપારીઓ નવા એકાઉન્ટ બુકનું ઉદ્ઘાટન કરે છે અને ધંધામાં વૃદ્ધિ માટે દેવી લક્ષ્મીની પ્રાર્થના કરે છે.
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)