Homeરસોઈજોઇને મોંમાં આવી જશે...

જોઇને મોંમાં આવી જશે પાણી, મિનિટોમાં દિવાળી માટે ઘરે બનાવો મગસ

  • દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી
  • ઘરે બનાવો સ્વાદિષ્ટ મિઠાઇમાં મગસ
  • સરળતાથી ઘરે બનાવી શકશો મગસ

દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી છે. એવામાં તમારા ઘરે નાસ્તાઓ બની ગયા હશે. પણ જો તમે મીઠાઈ બજારમાંથી લાવવાનું વિચારી રહ્યો છો તો ઘરે જ મગસ બનાવી શકો છો. મગસનું નામ પડતા જ મીઠાઈના રસિયાઓના મોંમાં પાણી આવવા લાગે છે. ચણાના લોટમાંથી બનતી આ મીઠાઈ તમે સરળતાથી ઘરે પણ બનાવી શકો છો.

તો ચાલો નોંધી લો મગસ બનાવવાની આ સહેલી રીત..

સામગ્રી

250 ગ્રામ – ચણાનો કકરો લોટ

200 ગ્રામ – દળેલી ખાંડ

પિસ્તા અને બદામની કતરણ

અડધી ચમચી – એલચી

2 ચપટી – જાયફળ પાઉડર

4 ચમચી – દૂધ

200 ગ્રામ – ઘી

રીત

સૌથી પહેલાં એક પેનમાં 200 ગ્રામ ઘી લઈશું. ઘી ગરમ થાય એટલે તેમાં ચણાનો કકરો લોટ ઉમેરીશું. હવે 7 મિનિટ ધીમા ગેસ પર મગસને શેકો. સતત હલાવતા રહો. તેનો રંગ ચેન્જ થાય ત્યાં સુધી શેકો. હવે તેમાં દૂધ નાખીને સતત હલાવો. મગસ કણીદાર બનાવવા માટે દૂધ નાખવું જરૂરી છે. ધીમા તાપે 5 મિનિટ હલાવો. મગસ ફુલવા લાગશે. મિશ્રણમાંથી બધું મોઈશ્ચર ઉડી જાય એટલે ગેસ બંધ કરી દો અને ત્યારે પણ હલાવો. હવે તે એકદમ ઠંડુ થઈ જાય એટલે તેમાં દળેલી ખાંડ, એલચી પાઉડર, જાયફળ પાઉડર અને ડ્રાયફ્રુટ્સ નાખીને બધું હાથથી બરાબર મિક્સ કરી દો અને પછી તેને થાળીમાં પાથરી દો અથવા તેના લાડુ બનાવી દો. બસ તૈયાર છે તમારો મગસ.

Most Popular

More from Author

વાંચવા જેવું કશું હોતું નથી.😅😝😂😜🤣

શિક્ષક બિટ્ટુને : ભારતનીસૌથી ખતરનાક નદી કઈ છે? બિટ્ટુ : લાગણીઓની,કારણ કે,તેમાં...

છોકરાઓ સ્ટ્રેચર ફસાય નહિ તેનું ખાસ ધ્યાન રાખજો.😅😝😂😜

પપ્પુ : તમારે ત્યાં ગિફ્ટમાં આપવા લાયકસાડી મળે છે?દુકાનદાર : હા.પપ્પુ...

તમે ખોટી ટ્રેનમાં ચડી ગયા છો.😅😝😂😜🤣

પતિના મરણ બાદ પત્નીએતાંત્રિકની મદદથી તેની જોડે સંપર્ક કર્યો.પત્ની : મજામાં...

આટલું જલ્દી રીઝલ્ટ.😅😝😂😜🤣

રમેશ ગભરાઈને પોલીસ સ્ટેશન જઈ રહ્યો હતો.સુરેશ : અરે આ રીતે...

Read Now

લાલ મરચાના આ ઉપાયો અજમાવાથી નવી દુલ્હનને નહીં લાગે ખરાબ નજર

જ્યારે કન્યા તૈયાર થાય છે, ત્યારે નજર ઉતારવાની વિધિ થાય છે. લોકો પોતાના રિવાજોથી દુલ્હનની નજર ઉતારે છે. લાલ મરચાની મદદથી દુલ્હનને લાગેલી નજર દૂર કરી શકાય છે. 7 સૂકા લાલ મરચાં લો અને તેને સાત વખત ઘડિયાળની દિશામાં અને સાત વખત ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફેરવો. આ...

વાંચવા જેવું કશું હોતું નથી.😅😝😂😜🤣

શિક્ષક બિટ્ટુને : ભારતનીસૌથી ખતરનાક નદી કઈ છે? બિટ્ટુ : લાગણીઓની,કારણ કે,તેમાં બધા વહી જાય છે.😅😝😂😜🤣🤪 પપ્પુ : ટપ્પુ તને ખબર છે, પત્નીઓપોતાના સંસ્મરણોના પુસ્તકો લખતી નથી.ટપ્પુ : એવું કેમ?પપ્પુ : જો,જે ચુલબુલી પત્નીઓ છે,એમને લખવાની ફુરસદ નથી હોતી.અને સૌમ્ય પત્નીઓના સંસ્મરણોમાંવાંચવા જેવું કશું હોતું નથી.😅😝😂😜🤣🤪 ( નોંધ: આ બધા...

જો તમારી પાસે સવારના નાસ્તા માટે સમય ન હોય તો તમારે આ વાનગીઓ અજમાવવી જ જોઈએ, તે 20 મિનિટમાં તૈયાર થઈ જશે.

દરરોજ સમયસર રાંધવા અને કામ પર પાછા ફરવું ખૂબ મુશ્કેલ હોઈ શકે છે. ખાસ કરીને જ્યારે સમય ઓછો હોય કે વધુ કામ હોય અને ઘર જોવામાં વિલંબ થતો હોય. આવા ખોરાકને તૈયાર કરવામાં સમય લાગી શકે છે અને સ્વચ્છતા માટે વાસણોની જરૂર પડે છે. આ સમસ્યાને ઉકેલવા માટે,...