- ચણાના લોટના પૂડલા બનશે લો કેલેરી બ્રેકફાસ્ટ
- ફળની સાથે ઓટ્સનું સેવન બનશે ફાયદારૂપ
- ફણગાવેલા મગનું સેવન ઘટાડશે વજન
સવારની શરૂઆત સારા નાસ્તાથી થાય તો આખો દિવસ એનર્જી બની રહે છે. આ માટે નાસ્તો પોષણથી ભરપૂર અને સ્વાદિષ્ટ હોય તે જરૂરી છે. નાસ્તો સારો હશે તો મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે અને પાચન સારું રહે છે. તો જાણો કેટલીક એવી વાનગીઓ જે વજન ઘટાડવામાં મદદ કરે છે.
આ હેલ્ધી ફૂડ્સથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. જેનાથી વારેઘડી ભૂખનો અહેસાસ થતો નથી. આ નાસ્તા તમારા ડાયટને બેલેન્સ રાખશે. જેઓ નોકરી કરે છે તેમના માટે અને સાથે બાળકોના લંચબોક્સ માટે પણ આ વાનગીઓ બેસ્ટ રહેશે. તો જાણો અને ફટાફટ બનાવીને કરો ટ્રાય.
ચણાના લોટના પૂડલા
સૌથી સરળ રેસિપિમાં એક છે ચણાના લોટના પૂડલા. તે શરીરમાં પ્રોટીનનું પ્રમાણ વધારે છે. આ એક લો કેલેરી બ્રેકફાસ્ટ છે. તેના ચિલ્લા બનાવવા માટે એક વાટકીમાં બેસન લો અને તેમાં થોડા સુધારેલા શાક ઉમેરો, સામાન્ય મસાલા સાથે પાણી મિક્સ કરીને ખીરું તૈયાર કરો. તેને તવા પર થોડું તેલ મૂકીને ફેલાવી લો, તમારા પૂડલા તૈયાર થઈ જશે. તેને ચટણી કે સોસ સાથે ખાઈ શકાય છે.
ફળની સાથે ઓટ્સ
હાઈ ફાઈબરના ઓટ્સ થોડા ખાવાથી પણ પેટ ભરાઈ જાય છે અને પાચન સારું રહે છે. તેને વેટ લોસ ડાયટ માટે સારો માનવામાં આવે છે. ઓટ્સમાં દૂધ, ફળ અને સ્વાદ માટે મધ અને તજનો પાવડર મિક્સ કરી શકાય છે. તેમાં કેટલાક સૂકામેવા પણ મિક્સ કરી શકાય છે.

ફણગાવેલા મગ
આ નાસ્તો બનાવવા માટે લીલી મગને રાતે ધોઈને પલાળી લો. તેનાથી મગ અંકુરિત થઈ જાય છે. રાતે શાક સુધારીને રાખો જેથી સવારે જલ્દી નાસ્તો તૈયાર થશે. મગમાં ટામેટા, મરચા, ટામેટા મિક્સ કરો. તેમાં લીંબુ અને મીઠું પણ મિક્સ કરો. સ્વાદની સાથે હેલ્થ પણ સારી રહેશે.